હું શોધું છું

હોમ  |

ટુરિઝમ પોલીસ
Rating :  Star Star Star Star Star   

સરકારશ્રી દ્વારા સને:ર૦૦૬ના વર્ષને પ્રવાસનવર્ષ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે. વર્ષ દરમ્યાન રાજયમાં ઐતિહાસિક, પ્રવાસકીય અને પરંપરાગત મહત્વ ધરાવતાં વિવિધ સ્થળોએ વિવિધ ઉત્સવ અને તહેવારોની આગવી રીતે ઉજવણીનું આયોજન કરી દેશ-વિદેશથી યાત્રીઓ/પ્રવાસીઓને રાજયની મુલાકાત લેવા આમંત્રણ અને આકર્ષણ ઊભું કરવાનું ભગીરથ આયોજન થઈ રહ્યું છે. આ પાછળનો ઉદ્દેશ રાજયના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો વિશ્વ સમક્ષ મૂકી, વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી પ્રવાસન વિકાસના માઘ્યમથી રાજયના ખૂણેખૂણામાં રોજગારીની તકો વધારી હસ્તકળા, કુટિર ઉદ્યોગો અને પ્રવાસન ઉદ્યોગ વ. ને પ્રોત્સાહિત કરવાનો છે. આ સમગ્ર આયોજનમાં યાત્રિકો/ પ્રવાસીઓની સુરક્ષાવ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનો અહેસાસ થાય અને રાજયના કોઈ પણ ખૂણે યાત્રી/ પ્રવાસીને ટેક્સીચાલક, રિક્ષાચાલક, ફેરિયા, હોટલમાલિક અને પ્રવાસન ઉદ્યોગ સંલગ્ન દલાલો, ભિખારીઓ કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ જાતની ગુનાખોરી કે અભદ્ર વર્તનનો પણ અનુભવ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં ભરી દરેક અગત્યનાં પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓને મદદરૂપ થાય તે માટે હિન્‍દી અને અંગ્રેજી ભાષાના જાણકાર તેમજ ખાસ તાલીમ પામેલ '' ટૂરિઝમ પોલીસ '' ની પણ પોલીસ વિભાગ મારફત વ્યવસ્થા કરવામાં આવનાર છે. ટૂરિઝમ પોલીસ પ્રવાસીની મુલાકાત સલામત, સુખદાયક અને આનંદજનક બની રહે તે માટે કાર્યરત રહેશે.

સાબરકાંઠા જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લામાં નીચે મુજબનાં સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે નક્કી કરી તેમાં જરૂરી માળખાકીય સવલતો ઊભી કરવાનું નક્કી થયેલ છે. આ પૈકી નીચે દર્શાવેલ વિગતે આ સ્થળો પર ટુરિઝમ પોલીસ યાત્રિકોની સહાયતા અને સુરક્ષા માટે હાજર રહેશે. આ ટુરિસ્ટ પોલીસ ટ્રાફિક પોલીસના ગણવેશ ઉપર ટુરિઝમ પોલીસ લખેલ જેકેટ, ડાબા હાથના બાવડા પર લાલ બેઝ અને બેટનથી સુસજ્જ હશે. જિલ્લામાં નક્કી થયેલ પ્રવાસન સ્થળ પરની પોલીસવ્યવસ્થાની વિગત નીચે મુજબ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 24-06-2008