|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ ઈન્સ. એસ.ડી.પટેલ એલ.સી.બી. હિંમતનગર નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૦૧/૦૨/૨૦૧૬ થી તા .૦૭/૦૨/૧૬ સુધીની વિગત નીચે મુજબ છે.
એલ.સી.બી. હિંમતનગર પોલીસ ઈન્સ. એસ.ડી.પટેલ તથા એલ..સી.બી. સ્ટાફ દ્રારા સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા પો.સ્ટે.ના ફ.ગુ.ર.નં. ૩૭/૧૫ ઇપીકો ક. ૩૭૯ મુજબના કામે આરોપી કાંન્તીભાઇ નેતાભાઇ સોલંકી રહે. ટાઢીવેડા તા. પોશીના જી. સાબરકાંઠા વાળાને તા. ૦૪/૦૨/૨૦૧૬ ના ક.૨૦/૧૫ વાગે અટક કરેલ છે.
સદરી આરોપીની પુછપરછ દરમ્યાન નીચે મુજબની અન્ય મોટર સાયકલની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. (૧) ભિલોડા કોટેજ હોસ્પીટલ પાસેથી આજથી સાત-આઠ માસ પહેલાં મોટર સાયકલ હિરો હોન્ડા સ્પ્લન્ડર નં. જી જે ૯ એબી ૪૫૪૬ કિ;.રૂ. ૨૦,૦૦૦/- ની ચોરી કરેલાની કબુલાત કરેલ જે તપાસ દરમ્યાન કબ્જે લેવામાં આવેલ છે. (૨) આજથી છ એક માસ પહેલાં પોશીના બજારમાંથી બજાજ એક્સ.સી.ડી. ૧૩૫ ની ચોરી કરેલ જે કિં.રૂ. ૧૦,૦૦૦/- ની ચોરી કરેલાની કબુલાત કરેલ જે તપાસ દરમ્યાન કબ્જે લેવામાં આવેલ છે. (૩) ગઇ નવરાત્રીમાં મોડાસા ડીપમાંથી હિરો હોન્ડા સાઇન મોટર સાયકલ સહ આરોપી અનિલભાઇ માધાભાઇ ખૈર રહે. જોટાસણ તા. પોશીના જી. સાબરકાંઠા નાઓ સાથે મળી ચોરી કરેલ અને જે મોટર સાયકલ હાલ અનિલભાઇ માધાભાઇ ખૈર પાસે હોવાનુ જણાવેલ છે.
તેમજ હિંમતનગર રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૬/૧૫ ઇપીકો ક. ૩૬૩, ૩૬૬ પોક્સો એકટ ૧૧(૪), ૧૬, ૧૭ મુજબનો ગુન્હો તા. ૨૨/૮/૧૫ ના રોજ દાખલ થયેલ અને આ કામના ભોગ બનનાર તેમજ આરોપી મળી આવેલ ન હતા. અને આ ગુન્હાની તપાસ સી.પી.આઇ.શ્રી હિંમતનગર નાઓ પાસેથી પો.ઇન્સ. એલ.સી.બી. નાઓને સોંપવા પોલીસ અધિ.સા.શ્રી હિંમતનગર સાબરકાંઠા નાઓની કચેરી ક્રમાંક ગનહ/આર/અમલવારી/૧૫૧૨૬/૦૧૫ તા.૧૭/૧૨/૦૧૫ આધારે સદરહું ગુન્હાની તપાસ ૨૨/૧૨/૨૦૧૫ ના રોજ સંભાળી લઇ આ કામના સહ આરોપીઓ (૧) રહીમખાન પહાડખાન દત્તક ઇબ્રાહિમખાન જાતે.લોહાની (મુસલમાન), ઉ.વ.ર૩, (ર) મહેબુબખાન મુજાતખાન જાતે. હેતાણી (લોહાની), ઉ.વ.રપ, ધંધો- પ્રાઇવેટ નોકરી, બન્ને રહે.મુળ ગામ વાસણા (સેભર) ગામની સીમમાં ઉંબરીયા ખેતરમાં, તા.વડગામ, જી.બનાસકાંઠા, હાલ રહે.માળીયા, માળીયાથી મોરબી જતા હાઇવે રોડ ઉપર, વિશાલા હોટલ. તા.માળીયા, જી.મોરબી નાઓને તા.૦૩/૦ર/૧૬ ના રોજ ક.ર૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ (૩) દીલાવરખાન આબાદખાન ગોરી જાતે ( મુસલમાન) ઉ.વ.૩૬, ધંધો જમીન લે-વેચની દલાલી, મુળ રહે.ગોળા, તા.પાલનપુર, જી.બનાસકાંઠા, હાલ રહે.પાલનપુર સુકુનપાર્ક સોસાયટી, મોહમદી સોસાયટી ત્રણ રસ્તાની બાજુમાં, જી. બનાસકાંઠા નાને તા. ૫/૨/૧૬ ના ક. ૯/૧૫ વાગે અટક કરવામાં આવેલ. તથા આ કામના મુખ્ય આરોપી શેરખાન પરબતખાન લોહાની ઉ.વ.ર૭, રહે.વાસણા (સેભર) તા.વડગામ, જી.બનાસકાંઠા નાઓને તા. ૫/૨/૧૬ ના ક. ૨૨/૦૦ વાગે અટક કરવામાં આવેલ તથા આ કામે ભોગ બનનાર આરેફાબેન ડો/ઓ યાસીનભાઇ ડોસમહમદભાઇ ઉ.વ.-૧૬, ધંધો-ઘરકામ, મુળ રહે.વાસણા (સેભર), તા.વડગામ, જી.બનાસકાંઠા હાલ રહે.કીફાયતનગર, સવગઢ, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા નાનીને પણ શોધી કાઢવામાં આવેલ છે. જે સારી કામગીરી કરેલ છે.
|