સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના એ.ડી.શ્રીવાસ્તવ નાયબ પોલીસ અધિક્ષક, હિંમતનગર વિભાગ અને ’’બી’’ ડીવી. પો.સ્ટે. ના ડી.ડી.પરમાર પોલીસ સબ.ઈન્સપેકટર હિંમતનગર નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૧૬/૧૧/૨૦૧૫ થી તા .૨૨/૧૧/૧૫ સુધીની વિગત નીચે મુજબ છે.
સાબરકાંઠા.જીલ્લાના એ.ડી.શ્રીવાસ્તવ નાયબ પોલીસ અધિક્ષક, હિંમતનગર વિભાગ ગઇ તા.૧૪/૧૧/૧૫ ના રોજ ખેડબ્રહ્માથી અરજીની તપાસમાંથી પરત આવતા હતા, તે દરમ્યાન રાત્રીના સમયે હિંગળાજ ગામ નજીક આશિષ હોટલ પાસે આવતાં મેઇન રોડ ઉપર બાઇક સવારને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતાં મહંમદભાઇ હારૂનભાઇ દાંત્રોલીયા ઘટના સ્થળે મરણ ગયેલ અને તે બાઇક પાછળ બેઠેલ આસીમાબેન જમીલભાઇ દેજરોટીયા રહે.માનગઢ તા.ઇડરની બેભાન હાલતમાં રોડ ઉપર પડેલ તેના કોઇ વાલીવારસ હાજર ન હોઇ, જેથી તેને તાત્કાલીક સિવીલ હોસ્પિટલ હિંમતનગર ખાતે લાવી પ્રાથમિક સારવાર કરાવી મેડીસ્ટાર હોસ્પિટલમાં સીટીસ્કેન માટે લઇ જઇ તાત્કાલીક સારવાર કરાવી તેના વાલીવારસના સરનામાં મેળવી જાણ કરી ઇજા પામનાર આસીમાબેનને તાત્કાલીક સારવાર કરાવી તેની જાન બચાવી સારી કામગીરી કરેલ છે. જે બનાવ અંગે જાદર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૩/૧૫ ઇ.પી.કો. કલમ- ૨૭૯, ૩૦૪(અ), ૩૩૭ એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪(બી) મુજબનો ગુનો રજી. થયેલ છે.
(૧).હિંમતનગર.બી.ડીવી.પો.સ્ટે.સેકન્ડ-ગુ.ર.નં-૩૨૮૩/૦૧૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબ તા.૧૬/૧૧/૦૧૫
ના રોજ કુલ-આરોપી-૦૯ નાઓ જુગાર રમી-રમાડતાં જેઓની પાસેથી રૂ.૧૭,૭૦૦/-મુદ્રામાલ સાથે મળી
આવતાં સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૨).હિંમતનગર.બી.ડીવી.પો.સ્ટે થર્ડ ગુ.ર.નં-૫૨૮૩ /૦૧૫ પ્રોહીએક્ટ કલમ-૬૬(૧) બી,૬૫ એ,ઇ,૧૧૬બી,૮૧
મુજબ તા.૧૮/૧૧/૦૧૫ ના રોજ મોજે હિંમતનગર વિધાનગરી ચારરસ્તા પાસેથી જી.જે.૧.એચએફ-
૨૨૩૨ એસન્ટ ગાડીમાં પરપ્રાંન્તીય વિદેશીદારૂ કિ.રૂ-૭૪,૪૦૦/-નો તથા એસન્ટગાડીની કિ.રૂ.-૬૫,૦૦૦/
મળી કુલ રૂ.૧,૩૯,૪૦૦/- નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી પકડી પાડી સારી કામગીરી કરવામાંઆવેલ છે.
જે સારી કામગીરી કરેલ છે.
|