હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

                                       સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

      

            સાબરકાંઠા જીલ્‍લાના એમ.ટી.શાખાના પો.કો. ઇન્‍દ્રજીતસિંહ પ્રવિણસિંહ બ.નં.૮૭૧ પોલીસ હેડ કવા.હિંમતનગર નાઓ ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે. 

      પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૨૨/૧૨/૨૦૧૪ થી તા.૨૮/૧૨/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.

    અત્રેના જીલ્‍લામાં એમ.ટી.વિભાગ ખાતે ડ્રાયવર તરીકે ફરજબજાવતાં પો.કો.ઇન્‍દ્રજીતસિંહ પ્રવિણસિંહ બ.નં.૮૭૧ નાઓને ગત તા.૧૩/૦૧/૨૦૧૫  નારોજ ગાંધીનગર ખાતે ’’વાયબ્રન્‍ટ સમીટ’’ અંગે મહાનુભાવોના પાયલોટીંગ અર્થે બંધોબસ્‍તમાં ફાળવવામાં આવેલ નવીન બોલેરો ગાડીઓ કે જેઓનો બંદોબસ્‍ત પૂર્ણ થયેલ  હોય અને ગાડીઓ અત્રેના જીલ્‍લા ખાતે પરત લાવવા સારૂ વર્ધી આપતાં તેઓ તા.૧૩/૦૧/૨૦૧૫ નારોજ ક.૧૪/૦૦ વાગ્‍યે ગાંધીનગર એમ.ટી.વિભાગ ખાતે ગયેલ અને એમ.ટી.વિભાગ. ગાંધીનગર ખાતેથી સરકારીવાહન બોલેરો ગાડી નંબર-જી.જે.૧૮.જી.એ.૦૨૨૪ લઇ પરત હિંમતનગર ખાતે આવતા હતા. તે દરમ્‍યાન આશરે સાંજના સાડા છ એક વાગ્‍યાના આરસામાં નેશનલ હાઇવે નં.- ૮ ઉપર આવેલ મજરા થી કતપુર ટોલ પ્‍લાઝા વચ્‍ચે આવેલ વડવાસા ગામ નજીક રોડ ઉપર અકસ્‍માત થયેલ હોવાથી ખૂબ જ ટ્રાફિક જામ થયેલ હતો. જેથી સરકારી વાહન લઇ પરત આવતાં ડ્રા.પો.કો.ઇન્‍દ્રજીતસિંહ નાઓએ અકસ્‍માત બનેલ તે જગ્‍યા ઉપર પોતાનું સરકારી વાહન ઉભુ રાખી બનાવની હકિકત જાણવા માટે પ્રયત્‍ન કરતાં બનાવવાળી જગ્‍યા ઉપર એક મોટર સાઇકલ આઇસર ટ્રકના પાછળના ભાગે ઘુસી ગયેલ હતી. જે અકસ્‍માતમાં મો.સા. ચાલકને બંને પગ ઉપર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચેલ હતી. તેમજ મો.સા.ની પાછળ બેઠેલ એક વ્‍યક્તિને માથાના ભાગે ઇજાઓ થયેલ હતી. તેથી ડ્રાયવર પો.કો. ઈન્‍દ્રજીતસિંહનાઓને બનાવવાળી જગ્‍યા ઉપર હાજર માણસોને અકસ્‍માતમાં ગંભિર રીતે ઘાયલ થયેલ ઇસમોને સારવાર અર્થે હોસ્‍પિટલમાં લઇ જવા માટે ઇમરજન્‍સી સેવા -૧૦૮ ને ફોન કરેલ છે કે કેમ? તે બાબતે પુછપરછ કરતાં હાજર માણસો પૈકિ એક વ્‍યક્તિએ જણાવેલ કે,’’ ઇમરજન્‍સી સેવા -૧૦૮ :’’ને ૨૦-૨૫ મીનીટ પહેલાં ફોન કરેલ છે. પરંતુ હજી સુધી ૧૦૮ મોબાઇલ આવેલ નથી. જેથી ડ્રા. પો.કો. ઇન્‍દ્રજીતસીંહ નાઓએ અકસ્‍માતમાં ગંભિર રીતે ઘવાયેલ મો.સા. ચાલકે જેના બંને પગ ફેક્ચર થઇ ગયેલ હોઇ અને તેમાંથી પુષ્‍કળ  લોહી નિકળતું હોઇ જેથી સમય સર ૧૦૮ મોબાઇલ ન આવે તો અકસ્‍માતમાં ગંભિર રીતે ઘાયલ થયેલ ઇસમોનો જીવ જોખમાય તેવી પરિસ્‍થિતી ઉદ્ભવે તેવી શક્યતા હોવાથી ડ્રા. પો.કો. ઇન્‍દ્રજીતસિંહનાઓએ  સમય સંજોગોને ધ્‍યાનમાં રાખી અકસ્‍માતમાં ઘાયલ થયેલ ઇસમોને હાજર માણસોની મદદથી પોતાના સરકારી વાહન બોલેરો ગાડીમાં બેસાડી (સુવડાવી) તાત્કાલીક સારવાર અર્થે સિવીલ હોસ્‍પિટલ હિંમતનગર ખાતે લાવેલ અને આ સમયે અન્‍ય કોઇ વ્‍યક્તિઓને પણ અકસ્‍માત થયેલ હોય જેઓને ૧૦૮ મોબાઇલ લાવેલ હતી. જે માણસોને ઉતારવા માટે સ્‍ટ્રેચરનો ઉપયોગ ચાલુંમાં હતો. જેથી હોસ્‍પિટલમાં અન્‍ય સ્‍ટ્રેચર ન હોવાથી ડ્રા. પો.કોન્‍સ. ઈન્‍દ્રજીતસિંહ નાઓએ  અકસ્‍માતમાં ઘાયલ વ્‍યક્તિની  અન્ય  એક વ્‍યક્તીની મદદથી ઊચો કરી હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવેલ.

      આમ, ડ્રા. પો.કોન્‍સ. ઈનદ્રજીતસિંહ પ્રવિણસિંહનાઓએ પોલીસ પ્રજાનો સાચા અર્થમાં મિત્ર તથા રક્ષક છે તે બાબત સાર્થક કરવા તથા પોલીસ અને પ્રજા વચ્‍ચે સુમેળ ભર્યા સંબંધો જળવાઇ રહે અને પ્રજાના મનમાં પોલીસ પ્રત્યેની જે વિપરિત માનસિકતા ઘર કરી ગયેલ હોય તે દુર થાય અને પ્રજા પોલીસ વિભાગ પ્રત્‍યે આદર/ માનની ભાવનાથી જુવે. અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થાય તેવા અભિગમ સાથે પ્રશંસનીય અને સરાહનિય કામગીરી કરેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 20-01-2015