હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

                                       સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

       

            સાબરકાંઠા જીલ્‍લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબની સુચના હેઠળ એલ.સી.બી સ્‍ટાફે  નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

      પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૦૬/૧૦/૨૦૧૪ થી તા.૧૨/૧૦/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.

     તા. ૧૬/૧૦/૧૪ ના રોજ  કે.બી.મેડતીયા, પોલીસ સબ ઇન્‍સપેકટર, એલ.સી.બી.તથા અ.હે.કો. ઇન્‍દ્રસિંહ કરણસિંહ બ.નં.પ૯૯ તથા અ.પો.કો.રમણભાઇ સુકાજી બ.નં.૯૦૯ તથા અ.પો.કો.કલ્‍યાણસિંહ દેવીસિંહ બ.નં.રર૮ તથા અ.પો.કો. વિનોદકુમાર અરવિંદભાઇ બ.નં.પ૩૧ વિગેરે એલ.સી.બી. સ્‍ટાફના માણસો ગાંભોઇ પો.સ્‍ટે. વિસ્‍તારમાં નેશનલ હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતા ફરતા ગાંભોઇ થી હિંમતનગર તરફ આવતા હતા દરમ્‍યાન એક રીક્ષા નં.જીજે-૯-ઝેડ ર૮ર૯માં ડ્રીપ ઇરીગેશનની પાઇપના બંડલ (રોલ) નંગ-પ ભરી લઇ આગીયોલ બેરણા ક્રાસ રોડ (ચાર રસ્‍તા) તરફથી કાંકણોલ તરફ આવતાં સદરી રીક્ષા ઉભી રખાવી રીક્ષામાં બેસેલ ઇસમોના નામઠામ પુછતાં (૧) વિક્રમજી ઉર્ફે મોહન ભાથીજી જાતે મકવાણા, ઉ.વ.ર૧, રહે.જગતપુરા, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા., (ર) કિરણજી રજુજી રાઠોડ રહે.જગતપુરા, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા., (૩) રમેશભાઇ હિરાભાઇ જાતે મકવાણા ઉ.વ.ર૭, રહે.જગતપુરા, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા નું હોવાનું જણાવેલ. તેમજ રીક્ષામાં ભરેલ પેરગોન કંપનીની ડ્રીપ ઇરીગેશનની પાઇપના બંડલ (રોલ) નંગ-પ અંગે આ ત્રણેય ઇસમો પાસેથી બીલ અગર આધાર પુરાવા હોય તો રજુ કરવાનું જણાવતાં તેઓએ પોતાની પાસે કોઇ આધાર પુરાવો નહી હોવાનું જણાવતાં તેમજ મોબાઇલ નંગ-ર અંગે તેમજ રીક્ષા નં.જીજે-૯-ઝેડ-ર૮ર૯ પણ સાધનિક કાગળો માગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવતાં અને કોઇ જગ્‍યાએથી ચોરી અગર છળકપટથી લાવેલાનું જણાતાં ક.૧પ/૦૦ થી ક.૧૬/૪પ સુધીનું વિગતવારનું પંચનામું કરી પંચનામાની વિગતે (૧) પેરેગોન કંપનીના ડ્રીપ ઇરીગેશનની પાઇપના બંડલ નંગ-પ કિ.રૂ.૧પ,૦૦૦/- તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.પ૦૦/- તથા એક ઇન્‍ટેક્ષ કંપનીનો મોબાઇલ કિ.રૂ.પ૦૦/- તથા રીક્ષા નં.જીજે-૯-ઝેડ-ર૮ર૯ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/-ની ગણી તમામ મળી કુલ રૂ.૧,૧૬,૦૦૦/-નો મુદ્દોમાલ સી.આર.પી.સી.ક.૧૦ર મુજબ કબજે લઇ ત્રણેય ઇસમોને ક.૧૬/૪પ વાગે સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ અટક કરેલ છે.

        આ કામે અટક કરેલ આરોપીઓની ધનિષ્‍ઠ પુછપરછ કરતાં નીચે મુજબની ડ્રીપ ઇરીગેશશનની પાઇપોની ચોરીઓ કરેલાની કબુલાત કરેલ છે.

(૧)    તા. ૧૫-૧૬/૧૦/૧૪ની રાતના રામેશ્વરકંપા (બાકરોલ), તા.મોડાસા, જી.અરવલ્‍લી મુકામેથી એક મકાનના ચોપાડ આગળ રાખેલ પેરાગોન કંપનીના્રીપ ઇરીગેશન પાઇપો બડંલ નંગ-૫ ની ચોરી કરી વેચવા માટે હિંમતનગર રીક્ષા નં.જીજે-૯-ઝેડ-ર૮ર૯ માં (૧) વિક્રમજી ઉર્ફે મોહન ભાથીજી મકવાણા (ર) વિક્રમજી ઉર્ફે મોહન ભાથીજી મકવાણા તથા (૩) રમેશભાઇ હિરાભાઇ જાતે મકવાણા રહે.જગતપુરા, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા નાઓ આવતા હતા દરમ્‍યાન આજરોજ પકડાઇ ગયેલ છે. જે અંગે મોડાસા રૂરલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૮૯/૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ છે.

(ર)     આજથી આશરે બે માસ પહેલાં હુંજ ગામની સીમમાં એક કુવા ઉપર કે જેના નજીક આંબાનુ ઝાડ આવેલ છે. તેના નીચે ઇરીગેશન ડ્રિપ પાઇપના આઠ રોલ (બંડલ) કંપની પેટી પેક પડેલ હોય જે આરોપી વિક્રમજીએ ચોરી કરી ભૌમિકભાઇના છોટા હાથી ટેમ્‍પો બોલાવી તેમાં ભરી ભૌમિકભાઇ પટેલ કે જેઓની સહકારી જીનથી કોલેજ જતા સર્વિસ રોડ સાબરગ્રીન વર્લ્ડ નામની દુકાન આવેલ છે તેમને રૂ.૬,૫૦૦/- માં વેચી મારેલ છે..જે અંગે ગાંભોઇ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૮૯/૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ છે.

 

(૩)    ત્યાર બાદ તેના પાંચેક દિવસ બાદ હુંજ ગામની સીમમાં એક તબેલો આવેલ છે. જે તબેલાની બાજુમાં ખુલ્લામાં ડ્રિપ ઇરીગેશન પાઇપના બંડલ નંગ-૮ જે કંપની પેકિંગના હતા જે વિક્રમજી તથા રમેશભાઇ હિરાભાઇ મકવાણા બન્‍ને રહે. જગતપુર તા. હિંમતનગર નાઓએ ચોરી કરેલ જે ચોરીની પાઇપો ભૌમિકભાઇ પટેલ કે જેઓની સહકારી જીનથી કોલેજ જતા સર્વિસ રોડ સાબરગ્રીન વર્લ્ડ નામની દુકાન ઉપર આવેલ છે તેઓની દુકાને રૂપીયા ૬૦૦૦/- માં વેચી દીધેલ છે. જે અંગે ગાંભોઇ પો.સ્‍ટે.માં ફ.ગુ.ર.નં.૮૦/૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ છે.

(૪)    ત્યારબાદ તેના એક બે દિવસ પછી આરોપી વિક્રમજી ઉર્ફે મોહનજી ભાથીજી મકવાણાનાએ માનપુર (હુંજ) ગામની સીમમાં એક બાંખોર ગામના બ્રાહ્મણના કુવા ઉપર ઓરડીની બાજુમાં ખુલ્લી જમીનમાં જે કંપની પેકિંગના બંડલ નંગ-૪ ની ચોરી કરેલ જે ડ્રીપ ઇરીગેશનની પાઇપો ભૌમિકભાઇ પટેલ કે જેઓની સહકારી જીનથી કોલેજ જતા સર્વિસ રોડ સાબરગ્રીન વર્લ્ડ નામની દુકાન ઉપર આવેલ છે તેઓની દુકાને રૂપીયા ૬,૦૦૦/- માં વેચી દીધેલ છે. જે અંગે ગાંભોઇ પો.સ્‍ટે.માં ફ.ગુ.ર.નં.૭૬/૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ છે.

          જે સારી કામગીરી કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 27-10-2014