હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

     

                                  સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

       

           પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૬/૧/૨૦૧૪ થી તા.૧૨/૧/૨૦૧૪ સુધી અત્રેના જીલ્‍લાની સાફલ્‍ય ગાથા ની વિગત નીચે મુજબ છે.

   (૧) પોલીસ હેડ કવાટર હિંમતનગર ખાતે તા.૨૦/૧૨/૨૦૧૩ના રોજ હિંમતનગર શહેર તથા જીલ્‍લાની વિવિધ સ્‍કુલોના આશરે ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓની ચિત્ર સ્‍પર્ધા યોજવામાં આવેલ જે ચિત્ર સ્‍પર્ધામાં ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં પ્રાથમીક વિભાગના બાળકોને મારી પ્રિય રમત,કુદરતી સૌદર્ય તેમજ ઉચ્ચ પ્રાથમિકના વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવો,બેટી બચાવો,ટ્રાફીક નિયમન જેવા વિષયો પર ચિત્ર દોરાવવામાં આવેલ હતા બન્ને વિભાગમાં એક થી પાંચ ક્રમમાં નંબરો આપવામાં આવેલ અને એક થી પાંચમાં ક્રમમાં આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ.તેમજ ચિત્ર સ્‍પર્ધામાં આવેલ તમામ વિદ્યાર્થીઓને પ્રસંશાપત્ર એનાયત કરવામાં આવેલ.

 

(૨) પોલીસ હેડ કવાટર હિંમતનગર ખાતે તા.૫/૧/૨૦૧૪ના રોજ વિવિધ સ્‍કુલોના આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસ વિભાગના જુદા જુદા એસ.આર.પી. જુથોના બેન્‍ડ ધ્‍વારા બેન્‍ડ માર્ચ પાસ્‍ટનું આયોજન કરવામાં આવેલ જે બેન્‍ડ માર્ચ પાસ્‍ટ હિંમતનગર શહેરના જાહેર માર્ગો પર ફરી બેન્‍ડની ધુનો રેલાવી શહેરી જનોને મંત્ર મુગ્‍ધ કરેલ.જે માર્ચ પાસ્‍ટને પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરનાઓ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ નાઓ અને પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા,હિંમતનગરનાઓએ ફ્લેગ ઓફ કરી ફ્લેગ માર્ચેને રવાના કરી હતી.માર્ચ પાસ્‍ટમાં આવેલ તમામ વિદ્યાર્થીઓને પ્રસંશાપત્ર એનાયત કરવામાં આવેલ 

(૩) પો.ઇન્‍સ.શ્રી મહીલા પો.સ્‍ટે.હિંમતનગર નાઓ તરફથી ગત તા.૬/૧/૨૦૧૪ના રોજ હિંમતનગર શહેરની વિવિધ મહીલા સ્‍કુલ તથા કોલેજની વિદ્યાર્થીઓને સાથે રાખી મહીલા પથ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવેલ જે રેલીમાં આશરે ૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો જે રેલી પોલીસ હેડ કવાટરથી નીકળી શહેરના જાહેર માર્ગો પર ફરી મહીલાઓની જાગૃતીને લગતા વિવિધ કાયદાઓ અને મુદ્દા બાબતેના બેનર્સ સાથે રાખી ફરેલ હતા.જેનુ સમાપન નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ જ્યા પ્રોજેકર ધ્‍વારા ડોક્યુમેન્‍ટ્રી ફીલ્‍મ બતાવી મહીલા જાગૃતી અંગેની સમજ આપવામાં આવેલ જે કાર્યક્રમમાં શહેરની જુદી જુદી એન.જી.ઓ.ની મહીલાઓએ ભાગ લીધેલ હતો સમાપના સમયે પોલીસ અધિક્ષકશ્રી સા.કા.નાઓ અને ના.પો.અધિ.શ્રી મુખ્‍ય મથક,હિંમતનગરનાઓ તેમજ ના.પો.અધિ.શ્રી હિંમ્‍તનગર વિભાગનાઓ હાજર રહી મહીલાઓની સુરર્ક્ષા વિશે માર્ગદર્શ્‍ન આપેલ હતુ

 (૪) તા. ૧૧/૦૧/૨૦૧૪ નારોજ તા.૨૬/૦૧/૨૦૧૪ જાન્‍યુઆરી પ્રજાસત્‍તાક પર્વની ઉજવણીના ભાગરૂપે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ જે રેલી આર્શીવાદ હોટલ વિજયનગર ત્રણ રસ્‍તા થી નિકળી આંતરસુબા આશ્રમ થઇ વિજયનગરની પોળોમાં સમાપન થયેલું  આ સાયકલ રેલીમાં રાષ્‍ટ્રીય/આંતરરાષ્‍ટ્રીય સાયકલ સવારો તેમજ સ્‍થાનિક સાયકલ સવારોએ ભાગ લીધો હતો. આ રેલી સાબરકાંઠા જીલ્‍લા વહીવટી તંત્રની સાથે રહી ઉજવવામાં આવ્‍યો હતો.અને ઇનામો તથા પ્રશસાપત્રોનું વિતરણ કરવામાં આવેલ હતું .  જે સારી કામગીરી કરેલ છે. જે સા.મે. ને વિ.થાય.

 

  (પટેલ જયોતિ પંકજ)

    નાયબ પોલીસ અધિક્ષક

     મુખ્‍ય મથક હિંમતનગર સા.કાં.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 23-01-2014