સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ આધારે તા.૧૩/૧/૨૦૧૪ થી તા.૧૯/૧/૨૦૧૪ સુધી અત્રેના જીલ્લાની સાફલ્ય ગાથા ની વિગત નીચે મુજબ છે.
(૧) તા.૧૩.૦૧.૨૦૧૪ ના રોજ રોજ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૪ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કલાક ૧૦.૦૦ થી કલાક ૧૩.૦૦ દરમ્યાન હિંમતનગર પોષ્ટ ઓફિસત્રણ રસ્તા,મહેતાપુરા એન.જી.સર્કલ તથા મોતીપુરા સર્કલ એ રીતેના ત્રણ સ્થળોએ પોલીસની ટીમો બનાવી રોડ ઉપર અવર જવર કરતા વાહન ચાલકોને ગુલાબનું ફુલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગેનો શુભેચ્છા સંદેશો પાઠવી ટ્રાફિક જાગ્રુતી લાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. .
(૨) તા.૧૪.૦૧.૨૦૧૪ ના રોજ રોજ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૪ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કલાક ૧૬.૦૦ થી કલાક ૧૮.૦૦ દરમ્યાન ખાનગી વાહન ચાલકોનો આઇ ચેકપ કેમ્પ રાખેલ જેમાં રીક્ષા તથા જીપચાલકો તથા એસ.ટી.બસના ડ્રાઇવરો મળી કુલ-૫૫ જેટલા વાહન ચાલકોની આંખોની ચકાસણી કરાવવામાં આવેલ
(૩) તા.૧૫.૦૧.૨૦૧૪ ના રોજ રોજ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૪ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કલાક ૯.૦૦ થી કલાક ૧૧.૦૦ દરમ્યાન મહિલા કોલેજ મહેતાપુરા ખાતે કોલેજના વિધ્યાર્થીનીઓનો સેમીનાર રાખી ટ્રાફિક નિયમન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ અને કોલેજના વિધ્યાર્થીનીઓમાં ટ્રાફિક અવેરનેસ આવે તે સારૂ ટ્રાફિકને લગતી પત્રિકાઓ,હેન્ડબિલ તથા પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવેલ છે.
(૪) તા.૧૬.૦૧.૨૦૧૪ ના રોજ રોજ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૪ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રાંતિજ ટોલટેક્ષ ખાતે ટ્રાફિક પોલીસ ધ્વારા હાઇવે રોડ ઉપર પસાર થતા હેવી વ્હીકલ ચાલકોને ભેગા કરી ખાલી સાઇડની લેનમાં ચાલવા તથા નાની ગાડીઓના ચાલકોને કાચ ઉપર બ્લેક ફિલ્મ ન લગાડવા અનેચાલુ ગાડીએ સીટબેલ્ટનો ઉપયોગ કરવા તથા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ અવશ્ય પહેરવા સમજ કરી ટ્રાફિકના નિયમો અંગેની પત્રિકાઓ, હેન્ડબિલ અને પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવેલ આ રીતે વાહન ચાલકોમાં ટ્રાફિકની અવેરનેસ લાવવાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે.
(૫) તા.૧૭.૦૧.૨૦૧૪ ના રોજ રોજ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૪ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઇડર સરપ્રતાપ હાઇસ્કુલના મેદાનમાં વહીવટીતંત્રએ આરોગ્ય દિન નિમિત્તે મુખ્યમંત્રી અમ્રુતમ યોજના અંતર્ગત સર્વરોગ નિદાનકેમ્પ તથા બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં સંયુક્ત રીતે બ્લ્ડ ડોનેશન કેમ્પમાં પોલીસ વિભાગ સહયોગમાં રહેલ
ક.૧૩/૦૦ થી ક.૧૫/૦૦ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રાંતિજ શહેરમાં આજરોજ ટ્રાફીક સલામતી સપ્તાહની પૂર્ણાહૂતિ અંતર્ગત પ્રાંતિજ ટાઉનમાં આવેલ વિવિધ સ્કુલોના આશરે ૬૨૫ જેટલા બાળકોને શેઠ પી એન્ડ.આર હાઇસ્કુલના કંમ્પાઉન્ડમાં એકઠા કરેલા અને ટ્રાફીક સલામતી જાળવવા બાબતે ટ્રાફિક પોલીસ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનાઓએ અકસ્માત નિવારવા તથા ટ્રાફિક નિયમોની જાગૃતિ લાવવા બાબતે સંબોધન કરી ટ્રાફિક નિયમનની જાણકારી આપેલ તેમજ આ વિધ્યાર્થીઓ સાથે પો.સ્ટાફના માણસો તથા પોલીસ બેન્ડ સાથે રેલી સ્વરૂપે ચાલતા નીકળી પ્રાંતિજ હાઇવે ચાર-રસ્તા આવી પરત શેઠ પી. એન્ઙઆર હાઇસ્કુલે પરત આવેલ આ દરમ્યાન ટ્રાફીક સલામતીના બેનરો પકડી તેમજ ટ્રાફીક સલામતી જાળવવાના પેમ્પલેટ આશરે ૪૫૦૦ જેટલા વહેચી ટ્રાફીક સલામતી જાળવવા જાહેર પ્રસિધ્ધી કરવામાં આવેલ સદર કાર્યક્રમમાં આશરે ૬૨૫ જેટલા સ્કુલના બાળકો તેમજ શિક્ષક ગણ તેમજ પોલીસના માણસો હાજર રહેલ હતા.
(૬) તા.૧૮/૦૧/૨૦૧૪ ના રોજ સુરક્ષા સેતુ સોસાયટી આયોજીત ડોગ શોનુ આયોજન પોલીસ હેડ કવા. ખાતે કરવામાં આવેલ જેમાં પોલીસના ડોગ ધ્વારા જુદાજુદા ડેમો બતાવી નાગરીકો તથા બાળકો આ શો નિહાળી ભાવવિભોર બનેલ અને પોલીસ ડોગની કામગીરીને ઉત્સાહ અને તાળીઓના ગડગડાટથી બધાવી લેધેલ
(૭) તા.૧૯/૦૧/૨૦૧૪ ના રોજ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૪ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે પોલીસ અને પબ્લીક વચ્ચે સમન્વય કરવાના હેતુસર સુરક્ષા સેતુ સોસાયટી ધ્વારા એક હોર્ષ શો નુ આયોજન મોતીપુર થી ખેડતસીયા રોડ ઉપર વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હોર્ષ શોનુ આયોજન કરી મોટી સંખ્યામાં જનમેદની ભેગી થયેલ અને હોર્ષમાં વિવિધ પ્રકારની કવાયતો યોજવામાં આવેલ અને હાજર પ્રેક્ષકોને મંત્રમુગ્ધ થઇ થયેલ અને એક ચિત્તે આ શો નિહાળેલ હતો.
(પટેલ જયોતિ પંકજ)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક હિંમતનગર
|