હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સુરક્ષા સેતુ અભિયાન અંતર્ગત અરવલ્‍લી જીલ્‍લા પોલીસ દ્વારા પોલીસ તથા બાળકોનુ બેન્‍ડ નિદર્શન.

 

..............................................................................................................................

        સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત પોલીસ બેડા ધ્‍વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું. જીલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ લોકાભિમુખ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું. ત્રિવીધ કાર્યક્રમ અંતર્ગત મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા, ટ્રાફીક નિયમન તથા વ્‍યસન મુક્તિનો આ કાર્યક્રમ પ મી જાન્‍યુઆરી નારોજ ગોઠવવામાં આવ્‍યો.

        અરવલ્‍લી જીલ્‍લો અસ્‍તિત્‍વમાં આવતાની સાથે જ પોલીસ પ્રજાનો મિત્ર સાર્થક થતું જણાય છે. મોડાસા નગરજનોના ચર્ચાને ચકડોળે ચઢેલુ અને પ્રસંશા પામેલું એક અનોખુ બેન્‍ડ પરેઙ.

        અરવલ્‍લી જીલ્‍લામાં પહેલીવાર અને મોડાસાના ઇતિહાસમાં અનેક વર્ષો પછી મોડાસા અને આસપાસની પ્રજાને પોલીસ બેન્‍ડ નિહાળવાનો મોકો મળ્યો હતો.

        અરવલ્‍લી જીલ્‍લા કલેકટરશ્રી બી.જે.ભટ્ટ અને શ્રી મયુર ચાવડા જીલ્‍લા પોલીસ અધિક્ષકશ્રીએ દિપ પ્રગટાવી બેન્‍ડ પરેડના આ કાર્યક્રમને ખુલ્‍લો મુકયો હતો અને બંન્‍ને મહાનુભાવોએ વ્‍યસન મુક્તિ અને મહિલા સુરક્ષા સબંધે વકતવ્‍યો આપ્‍યા હતા અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

        બેન્‍ડ પરેડનો આ કાર્યક્રમ શ્રી મ.લા.ગાંધી કોલેજ કેમ્‍પસના પટાંગણમાં યોજાયો હતો. મોડાસા નગરની સ્‍કુલો અને કોલેજોના વિધ્ધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, અધ્‍યાપકો, મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

        બેન્‍ડ પરેડમાં ભાગ લેનારાઓ પૈકી એસ.આર.પી.ગ્રુપ ૭ નડીયાદ, એસ.આર.પી.ગ્રુપ ર સૈજપુર બોઘા અમદાવાદ, એસ.આર.પી.ગ્રુપ ૫ ગોધરા, સ્‍કાઉટ બેન્‍ડ સ્‍કાઉટ ભવન પાલડી અમદાવાદ, તથા સાકાર ઇગ્‍લીંશ મીડીયમ સ્‍કુલ ચાંદખેડા અમદાવાદ તથા મીરામ્‍બીંક ઇગ્‍લીશ મીડીયમ સ્‍કુલ નારણપુરા અમદાવાદ ધ્‍વારા પરેડ બેન્‍ડની સુંદર રજુઆત કરવામાં આવી હતી.

        મોડાસા નગરના બસ સ્‍ટેન્‍ડ, ચાર રસ્‍તા, પંચજયોત સોસાયટી, કલેકટર કચેરી રોડ ઉપર થઇ પસાર થયેલ આ બેન્‍ડ પરેડને નિહાળવા શહેરી જનોના ટોળે ટોળા ઉમટ્યા હતા. મોડાસા શહેરમાં પહેલી વખત યોજાયેલી આ પરેડને જોવા માટે ગામના અબાલ વૃધ્‍ધો સૌ રસ્‍તાની બંન્‍ને બાજુએ ઉભા રહી ગયા હતા. અને આ બેન્‍ડ પરેડની મજા માણી હતી. આ બેન્‍ડ પરેડની સાથોસાથ બાળકો દ્વારા સમાજના પ્રશ્નો જેવા કે મહિલા જાગૃત્તિ, બાળમજુરી, ટ્રાફીક નિયમન તથા વ્‍યસન મુક્તિના બેનરો હતા. તા.૫.૧.૧૪ ક.૧૫.૦૦ થી ક.૧૭.૦૦ દરમ્યાન બેન્‍ડ પરેડ દ્વારા લોક જાગૃતિનું કાર્ય સુરક્ષા સેતુ અંતર્ગત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની આભાર વિધી શ્રી કે.બી.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ, મોડાસા નાઓએ કરી હતી.

 

 
 
 
 
 
 
 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 07-01-2014