સાબરકાંઠા જીલ્લા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા એલ.સી.બી. પોલીસ
(૧) સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી. સૌરભ સિંઘ સાહેબે રાજયમાં વિધાનસભાની ચુંટણી યોજનાર હોઇ દારૂ જુગારની પ્રવૃતીઓ નેસ્તનાબુદ થાય તે માટે કડક અમલવારી કરવા સુચના કરતાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકસા.શ્રી. એ.ડી.શ્રીવાસ્તવ નાઓના માર્ગદર્શન હેઠળ અને એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી. એમ.વી.પટેલ નાઓની સુચના મુજબ પો.સ.ઇ.શ્રી. એસ.એ.ગોહિલ એલ.સી.બી. હિંમતનગર તથા પો.સ.ઇ.શ્રી. પી.પી.વાઘેલા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે મળેલ બાતમી આધારે ઇડર પો.સ્ટે. વિસ્તારના સાપાવાડા ગામે રોડ ઉપર તા.૦૪/૧૧/૨૦૧૭ ના રોજ સવારના પ્રોહી અંગે વોચમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરની જાયલો ગાડી આગળના ભાગે નંબર વગરની તથા એક સફેદ કલરની જીજે ૦૨ સી.જી. ૩૮૦૩ નંબરની ઇકકો ગાડી પુરઝડપે આવતાં તે બન્ને વાહનોને રોડ કોર્ડન કરી રોકવા જતાં જાયલો ગાડીના ચાલક તથા તેની સાથે બીજો એક ઇસમ બેસેલ તે જાયલો ગાડી રોડની સાઇડે આવેલ ખાડામાં જતી રહી ખાડાના ટેકરા સાથે અથડાઇ જતાં રોકી લીધેલ અને ઇકો ગાડી જીજે ૦૨ સી.જી. ૩૮૦૩ નંબરની જે પાછી વાળી કુકડીયા ગામ તરફ ભાગતા ગાડીનો પીછો પ્રાઇવેટ સ્વીફટ ડીઝાયર ગાડી નંબર જીજે ૦૪ સી.એ.૩૫૫૭ થી કરતાં તે પણ થોડેક આગળ કુકડીયા ગામ નજીક ગીરીરાજ ફાર્મ પાસે આ ઇકકો ગાડી જીજે ૦૨ સી.જી. ૩૮૦૩ પણ રોડની સાઇડે ખાડામાં ઉતરી પડતા રોકી લીધેલ તેના ચાલક અને એક અજાણ્યો ડ્રાયવર ત્યાં છુટા છવાયા ખેતરોના તથા ઝાડીઓનો લાભ લઇ ભાગી ગયેલ અને સદરી જાયલો ગાડીમાં પકડાયેલ ઇસમોની પુછપરછ કરતાં (૧) સુંદરલાલ હુરજી મીણા રહે.આર/૦ સરેરા,માલીફળા, ભારીફાળા, તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન તથા (૨) રવિન્દ્ર ઉર્ફે રવી મણીલાલ ભગોરા રહે.સારોલી , કેલાવાડા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન નો હોવાનું જણાવેલ અને સદરી ઇકો ગાડીમાં તથા જાયલો ગાડીમાં જુદી જુદી બ્રાન્ડની મળી કુલ ઇગ્લીશ દારૂ/બીયર બોટલો/ટીન નંગ-૬૧૧ કુલ કિ.રૂ.૨,૦૮,૩૦૦/- નો મુદ્દામાલ તથા જાયલો ગાડી તથા ઇકો ગાડી તથા બીજો અન્ય મુદ્દામાલ કુલ રૂ.૧૦,૧૮,૩૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને સદર મુદ્દામાલ રાજસ્થાનથી (૧) સુનીલભાઇ કાવારામ ડામોર રહે.ઉખેડી તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન તથા (૨) મુકેશભાઇ ચંદુભાઇ ખરાડી રહે.ડબાયચા રાજસ્થાન નાઓએ ભરી આપેલનું જણાઇ આવેલ છે અને સદર મુદ્દામાલ મહેસાણા જીલ્લાના સુરેશભાઇ નામના માણસ લઇ જવાનો હતો તેવી હકીકત જણાઇ આવેલ છે આ ગુન્હાની તપાસ હાલ એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી. એસ.એ.ગોહીલ નાઓ કરી રહેલ છે.
(૨) સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક સા. શ્રી નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા લુંટ ધાડ ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કરેલ સુચના આધારે એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એમ.વી.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પો.સ.ઇ.શ્રી.પી.પી.વાઘેલા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે હિંમતનગર ટાઉન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૬/૧૭ ઇ.પી.કો ક.૩૯૪, ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામનો નાસતો ફરતોઆરોપી રૂઘનાથસિંહ ઉર્ફે રઘુ અભેસિંહ ઝાલા રહે. કઠવાડીયાઆંગણવાડી પાસે હિંમતનગર વાળાને બાતમી આધારે આજરોજ તા. ૦૫/૧૧/૧૭ ના રોજ પકડી પાડી આગળની કાર્યવાહી માટે હિંમતનગર રૂરલ પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
(૩) સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી. સૌરભ સિંઘ સાહેબે જીલ્લામાં બનતા લુંટ, ચોરી, ઘરફોડ જેવા ગંભીર પ્રકારના મિલકત સબંધી ગુન્હાઓ કરતી સક્રીય ગેંગને શોધી કાઢવા અને આવી પ્રવૃતીઓ નેસ્તનાબુદ થાય તે માટે કડક અમલવારી કરવા સુચના કરતાં એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી. એમ.વી.પટેલ નાઓની સુચના મુજબ પો.સ.ઇ.શ્રી. પી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી. એસ.એ.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી. સી.એચ.ચુંડાવત એલ.સી.બી. હિંમતનગર તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સખ્ત વોચ તપાસમાં રહેલ, દરમ્યાન ખાનગી બાતમીરાહે હકીકત મળેલ કે, આજથી ત્રણેક માસ ઉપર સતનગર ગામની સીમમાં વિજાપુર તરફ જતા રોડ ઉપર એક બહેન એકટીવા લઇને પસાર થતા હતા તે વખતે કાળા કલરની પલ્સર મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા ઇસમોએ સદર બહેનની એકટીવા આગળ મુકેલ દસ્તાવેજો તથા રોકડ રકમ તથા મોબાઇલ મુકેલ પર્સની લુંટ કરી નાસી ગયેલ જે ગુનો ભીમાભાઇ ધનજીભાઇ ગરાસીવા તથા તેના મિત્ર વિશાલસિંહ રણવિરસિંહ પરમાર બન્ને રહે- લાલપુર, બોરસદ ટોબેકોની સામે, તા-હિમતનગરનાઓએ ભેગા મળી કરેલ છે તેવી બાતમી આધારે ઉપરોકત બન્ને ઇસમોને જડપી પાડતાં બન્ને ઇસમો તેઓના ઘરે લુંટ કરેલ મુદ્દામાલ સાથે પકડાયઇ ગયેલ તેમજ તેઓની પુછપરછ દરમ્યાન ભીમાભાઇ ધનજીભાઇ ગરાસીવા રહે- લાલપુર, બોરસદ ટોબેકોની સામે, તા-હિમતનગર નાએ તથા તેના સાળાના દીકરા અનિલકુમાર રમેશભાઇ વાઘરી રહે.વિજાપુર, મગરવાડીયા વીર મંદીર પાસે, તા.વિજાપુર જી.મહેસાણા બન્ને નાએ મો.સા. ઉપર હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાં બે લુંટ (ચેઇન સ્નેચીંગ) ના ગુન્હા કરેલ હોઇ જે બાબતે હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૧૯૩/૧૭ ઇપીકો કલમ ૩૯૨ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે અને સદરી પકડાયેલ ઇસમોએ વાપરેલ પલ્સર મો.સા.ની તપાસ કરતાં રાજસ્થાન ઉદેપુર સુખેર પો.સ્ટે. સી.આર.નં-૨૪૭/૨૦૧૭ ધારા ૩૭૯ મુજબ ચોરી અંગેનો ગુન્હો દાખલ થયેલનું જણાઇ આવેલ છે. ઉપરોકત બન્ને પકડાયેલ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરી હિંમતનગર રૂરલ પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
(૪) સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી. સૌરભ સિંઘ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કરેલ સુચના આધારે એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એમ.વી.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પો.સ.ઇ.શ્રી.સી.એચ.ચુ્ડાવત તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે વડાલી પો.સ્ટે. એમ.કેસ.નં-૨૦/૨૦૦૬ ઇપીકો કલમ ૩૬૫,૩૬૩,૩૭૯,૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના કામે નાસતો ફરતો આરોપી જયંતીજી દાનાજી ઠાકોર ઉવ-૩૫ મુળ રહે.મોતીપુરા તા.દાંતા જી.બનાસકાંઠા, હાલ રહે.રાજપુર તા.કડી જી.મહેસાણા વાળાને હિંમતનગર ખાતેથી તા.૨૦/૧૧/૨૦૧૭ ના.ક.૦૧/૧૫ વાગે પકડી પાડી આગળની કાર્યવાહી માટે વડાલી પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
એસ.ઓ.જી. સાબરકાંઠા
ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી હિંમતનગર ટાઉનની બાઇકચોરી સહિત જામળા ગામની સીમમાં થયેલ ચકચારી લુંટના ગુન્હાનો ભેદ ઉકેલતી સાબરકાંઠા એસ.ઓ.જી.
પ્રવર્તમાન સમયમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોઇ જે અનુસંધાને સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબનાઓએ સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા તથા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા તેમજ તાજેતરમાં જામળા ગામની સીમમાં લુંટનો ગુન્હો બનેલ હોઇ જે શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.પો.ઇન્સ.શ્રી વી.આર.ચાવડા તથા પો.સબ.ઇન્સ શ્રી એસ.એન.પરમાર તથા એ.એસ.આઇ. નવીનભાઇ તથા હે.કોન્સ.નરસિંહભાઇ તથા મહેન્દ્રસિંહ તથા પો.કોન્સ.રમણભાઇ તથા ધર્મેન્દ્રસિંહ તથા અપેન્દ્રસિંહ વિ. એસ.ઓ.જી. સ્ટાફના માણસો હિંમતનગર ઇડર રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે તાંદોલ કંપા ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાંથી (૧) ભુપેન્દ્રસિંહ ઉર્ફે ગુડ્ડુ દિગ્વિજયસિંહ રાઠોડ રહે. જામળા તા. હિંમતનગર તથા તેના મિત્ર (૨) જયદીપગીરી ઉર્ફે દિપક રમેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી રહે. જામળા તા. હિંમતનગર તથા એક કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળક સહિત ત્રણેય જણાને બજાજ પલ્સર બાઇકના નીચે જણાવ્યા મુજબના છુટા પાડેલા સ્પેર પાર્ટસના મુદ્દામાલ કિં.રૂ.૧૫૦૦૦/- સાથે પકડી પાડી ઉંડાણપુર્વક પુછપરછ કરતાં આ પલ્સર બાઇક આજથી એક માસ અગાઉ હિંમતનગરની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કંપાઉન્ડમાંથી ચોરી કરેલ હોવાની તેમજ પકડાઇ જવાની બીકથી બાઇકના સ્પેરપાર્ટસ છુટા પાડેલ હોવાની કબુલાત કરેલ છે જે બાબતે હિંમતનગર શહેર એ ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. /૧૭ ઇપીકો ક.૩૭૯ મુજબનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે.
આ ઉપરાંત ઉપરોકત ત્રણેયની વિશેષ પુછપરછ કરતાં ઉપરોકત પૈકી કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળકે તથા કઠવાડીયા ગામના રઘુવીરસિંહ ઉર્ફે રઘુ અભયસિહ ઝાલાનાઓએ ભેગા મળી દિવાળીના તહેવાર અન્વયે કપડાં ખરીદવા પૈસાની જરૂરીયાત હોઇ ગઇ તા.૧૬/૧૦/૧૭ ના રોજ ફરીશ્રી નાઓ જામળા બેંકમાથી નીકળી તાંદોલકંપા તરફ જતા હોઇ તેઓનો પીછો કરી કેનાલ નજીક વળાંક પાસે રધુએ ધોકો મારી નીચે પાડી દઇ તેઓના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ. ૮૦,૦૦૦/- ની લુંટ કરી ભાગી ગયેલ હોવાની કબુલાત કરેલ છે જે બાબતે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૬/૧૭ ઇપીકો ક. ૩૯૪,૧૧૪ મુજબનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે. તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
સાયબર ક્રાઇમ (ATM FRAUD) નો ભોગ બનનાર વ્યકતિના નાણાં (રૂ. ૪૯,૯૫૦) પરત લાવી આપતી સાબરકાંઠા એસ.ઓ.જી.
સાબરકાંઠા જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓની ઉંડાણપુર્વકની તપાસ કરી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી. ઈન્ચાર્જ પો.ઈન્સ.શ્રી એસ.એન.પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા સાયબર ક્રાઇમ (ATM FRAUD)નો ભોગ બનનાર વ્યકિતના નાણાં (રૂ. ૪૯,૯૫૦) પરત લાવી આપવામાં સફળતા મળેલ છે.
તારીખ-૦૫/૧૧/૨૦૧૭ ના રોજ અરજદારશ્રી પ્રિયાબેન જગદિશભાઇ મુલાણી રહે. પ્રાંતિજ જી.સાબરકાંઠાનાઓના મોબાઇલ નંબર ઉપર કોઇ અજાણ્યા ઇસમનો ફોન આવેલ અને તેને પોતે એસ.બી.આઇ બેંક માંથી બેંક મેનેજર રાહુલ મલ્હોત્રા બોલું છું તેવું જણાવી અરજદાર પાસે એ.ટી.એમ. કાર્ડની ઉપર આવેલ ૧૬ અંકનો નંબર તથા તેની પાછળ આવેલ સી.વી વી નંબર માગેલ ત્યારબાદ આ એ.ટી.એમ. કાર્ડ બંધ થઇ ગયેલ હોઇ ચાલું કરવા માટે તમારા મોબાઇલ નંબર ઉપર એક મેસેજ આવશે તે મને વાંચી બતાવો. જેથી હું લીંક કરી તમારું એ.ટી.એમ કાર્ડ ફરીથી ચાલું કરી દઉં. તેવો વિશ્વાસ કેળવી અરજદારના એસ.બી.આઇ પ્રાંતિજ શાખાના બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા-૪૯,૯૫૦ તથા રૂપિયા-૧૯,૯૫૦/- મળી કુલ રૂપિયા-૬૯,૯૪૦/- અલગ-અલગ કંપનીઓના વોલેટમાં જમા કરાવી દીધેલ જે બાબતે અરજદારશ્રીને પોતાના મોબાઇલ ઉપર મેસેજ આવતાં પોતાની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી થયેલાની ખબર પડતાં તાત્કાલીક પ્રાંતિજ પોલીસ સ્ટેશન જઇ પોતાની સાથે બનેલ બનાવ અંગેની હકિક્ત જણાવતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી, વી.આર.ચાવડાનાઓએ આ બનાવ સાયબર ક્રાઇમને લગત હોઇ તાત્કાલીક મોબાઇલ સંપર્ક કરી અરજદારશ્રીને એસ.ઓ.જી. હિંમતનગર ખાતે મોકલી આપેલ જેઓએ એસ.ઓ.જી કચેરી ખાતે આવી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પો.ઈન્સ.શ્રી એસ.એન.પરમાર તથા પો.કોન્સ. અપેન્દ્રસિંહનાઓએ અરજદાર સાથે બનેલ હકીક્તથી વાકેફ થઇ તાત્કાલીક અલગ-અલગ કંપનીમાં થયેલ ટ્રાન્ઝેક્શન અન્વયે જે તે કંપનીઓને લીગલ નોટીસ પાઠવી જે તે કંપનીના લીગલ વિભાગમાં તાત્કાલીક ટેલીફોનિક સંપર્ક કરી સદર ટ્રાન્ઝેક્શન ફ્રોડ ટ્રાન્ઝેક્શન હોવાનું જણાવી ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે પુરતા પ્રયત્નો કરવામાં આવેલ જેના પરીણામે ઓલાકેબ્સ કંપનીના વોલેટમાં જમા થયેલ અરજદારશ્રીના રૂપિયા ૪૯,૯૫૦/- આજ રોજ ઓલાકેબ્સ કંપની દ્વારા અરજદારના બેંક એકાઉન્ટમાં પરત જમા કરાવેલ છે અને બાકીના રૂપિયા-૧૯૯૯૦/- એમ પૈસા નામની કંપનીના વોલેટમાં માંથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં જમા થઇ ગયેલ હોઇ જે નાણાં પરત લાવવા આ બાબતે સાયબર ક્રાઇમનો ગુનો રજીસ્ટ્રર કરાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમ, TEAM SOG સાબરકાંઠાને સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિના નાણાં (રૂપિયા-૪૯,૯૫૦/-) પરત લાવી આપવામાં સફળતા મળેલ છે.
|