હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

સાબરકાંઠા જીલ્‍લા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી

 

એલ.સી.બી

એલ.સી.બી. સાબરકાંઠા હિંમતનગર તરફથી માહે ૦૮/૨૦૧૭ માં નીચે મુજબની સારી કામગીરી કરવામાં આવેલ  આવેલ 

માહે ૮/૨૦૧૭ના માસમાં કરવામા આવેલ કામગીરીની વિગત

 

            સાબરકાંઠા જીલ્લામાં થતા ઘરફોડ ચોરી તથા મંદિર ચોરીના ના ગુન્હાઓ બનતા અટકાવવા તથા વણશોઘાયેલ ગુનાઓ શોઘી કાઢવા અર્થે પી.એલ.માલ પોલીસ અધિક્ષક સા.શ્રી સાબરકાંઠા નાઓની સુચના અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.કે.કલાસવા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી સી.એચ. ચુંડાવત તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ઘરફોડ તથા અન્ય મિલ્કત સબંધી ગુન્હાઓ ન બને અને વણશોધાયેલા ગુન્હા શોધી કાઢવા માટે કાર્યરત હતા દરમ્યાન પો.ઇન્સ.શ્રી. એ.કે.કલાસવા નાઓએ ખાનગી રાહે તલોદ પો.સ્ટે. ગુ.ર.નં ૨૦/૧૭ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ કુલ આશરે મોબાઇલ નંગ-૬૦ જેટલા તથા હોમથીયેટર સીસ્ટમ ના સ્પીકર / સીસ્ટમ નંગ-૫ તથા સીલીંગ ફેન – ૩ તથા એલ.ઇ.ડી. બલ્બ નંગ-૨૦ મોબાઇલ બેટરી નંગ-૪૦ તથા મોબાઇલ ઇયરફોન નંગ-૨૫ તથા ચાર્જર નંગ-૩૦ તથા મેમરી કાર્ડ નંગ-૧૦ તથા પેઇનડ્રાઇવ નંગ-૬ વિગેરે માલમત્તા તથા ચોર ઇસમો ઉપર બાતમીદારો રોકી સચોટ બાતમી મેળવી પો.સ.ઇ.શ્રી. સી.એચ.ચુંડાવત નાઓને માર્ગદર્શન પુરૂ પાડી એલ.સી.બી. શાખાના માણસો સાથે તલોદ ખાતે મોકલી આપતાં ઉપરોકત ગુન્હાના કામે ચોર મુદ્દામાલ સગેવગે/વેચાણ કરવા જઇ રહેલ (૧) વિપુલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ (૨) રાહુલ ઉર્ફે પપ્પુ કમલેશભાઇ પંચાલ બન્ને રહે.રણાસણ તા.તલોદ  નાઓને મોબાઇલ નંગ-૧૭ તથા લેપટોપ નંગ-૧ કુલ કિ.રૂ. ૧૮,૫૦૦/- નો મુદ્દામાલ સાથે જડપી પાડેલ તથા તેઓની સાથે આ ચોરીમાં મદદગારી કરનાર રણાસણ ગામના અન્ય ત્રણ (૧) દિગપાલસિંહ ઉર્ફે મુન્નો જીવતસિંહ રાઠોડ (૨) દિગ્વિજયસિંહ ઉર્ફે ડી.બન્ના પંકજસિંહ રાઠોડ (૩) કેતનકુમાર કાલીદાસ પટેલ નાઓને જડપી પાડવા તથા બીજો મુદ્દામાલ રીકવર કરવા ચક્રો ગતીમાન કરેલ છે. તથા આવી જ એમ.ઓ.થી બનેલ અન્ય નોધાયેલ/ વણનોધાયેલ ગુન્હા શોધી કાઢવા પુછપરછ જારી રાખી પકડાયેલ આરોપીઓને તલોદ પો.સ્ટે. સોપેલ છે.

 

’બી’ ડીવીજન પો.સ્ટે. સાબરકાંઠા –હિંમતનગર.

 

 [1]-.હિંમતનગર સીવીલ હોસ્પિટલ કંપાઉન્ડમાંથી ચોરાયેલ સી.એન.જી રીક્ષા ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા પી.એલ.માલ સાહેબ નાઓ એ સાબરકાંઠા જીલ્લામાં મિલકત સંબધી ગુનાઓ ન બને  તથા બનેલ ગુના શોધવા માટે સુચના આપેલ હોય જે સંદર્ભે બી ડીવીઝન પો.સ.ઈ. વી.યુ.ગડરીયા તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.

                હિંબતનગર બી.ડીવી.પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૭/૨૦૧૭ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના કામેપકડાયેલ આરોપી-  ફરીયાદી મહેબુબભાઇ ફઝલમહમદભાઇ મેમણ રહે.મદની સોસાયટી,આર.ટી.ઓ સર્કલ પાસે,હિંમતનગર નાઓ પોતાની માલીકીની સી.એન.જી.રીક્ષા નંબર-જી.જે.૦૯.એક્સ.૫૬૭૨ ની લઇ ગઇ કાલ તા.૨૧/૦૮/૨૦૧૭ ના કલાક.૦૯/૦૦ વાગ્યાના સમયગાળા દરમયાન પોતાના દિકરાને હિંમતનગર સીવીલ હોસ્પીટલમાં સારવાર કરાવવા સારૂ લઇને ગયેલ અને તેઓએ પોતાની રિક્ષા લેબોટરી આગળ ખુલ્લામાં પાર્ક કરી મુકેલ જે રીક્ષા નંબર-જી.જે.૦૯.એક્સ.૫૬૭૨ કિ.રૂ.૫૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે રિક્ષા ચોરીની ફરીયાદ આ કામના ફરીયાદીએ પોલીસ સ્ટેશને આવી આપતાં આજરોજ તા.૨૨/૦૮/૨૦૧૭ના (રાત્રિના) કલાક.૦૨/૪૫ વાગે ગુન્હો દાખલ કરેલ જે આધારે સીવીલ હોસ્પીટલના સી.સી.ટી.વી ચેક કરતાં એક ઇસમ તે રીક્ષાની ચોરી કરી લઇ જતો જણાયેલ જે આધારે પો.સબ.ઇન્સ. વી.યુ.ગડરીયા તથા ડીસ્ટાફના માણસો વોચ તપાસમાં હતા દરમ્યાન અ.પો.કો પ્રહર્ષકુમાર કનુભાઇ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે સી.સી.ટી.વી. માં દેખાતી રિક્ષા તથા ઇસમ રિક્ષા સાથે ગીરધરનગર ઓવરબ્રિજ નીચે ઉભો રહેલ હોય જે હકીકત આધારે ચોર ઇસમને કોર્ડન કરી રિક્ષા સાથે પકડી પાડી રીક્ષાનો નંબર જોતાં-જી.જે.૦૯.એક્સ.૫૬૭૨ તથા રીક્ષા ચાલક કમલેશભાઇ ઉર્ફે છોટુ અશોકભાઇ દંતાણી રહે.વિજયમીલ ઔડાના મકાનમાં ફ્લેટ નં-૨૦ શૈલેષભાઇ બનવારીના મકાનની સામે,અમદાવાદનો પોલીસ પ્રેટ્રોલીંગમાં પકડાઇ ગયેલ.જેથી બી.ડીવીઝન પોલીસે ગુન્હો દાખલ થયાના ફક્ત દસ જ કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હાના કામે ચોરીમાં સી.એન.જી. રીક્ષા કિ.રૂ.૫૦,૦૦૦/- ની રીકવર કરી આરોપી અટક કરી વધુ એક ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે અને આગળની વધુ તપાસ એ.એસ.આઇ. રાજેન્દ્રકુમાર ભીખાભાઇ બ.નં.૧૧૦૩ નાઓ કરી રહેલ છે.

 

[2]-હિંમતનગર એસ.ટી.ડેપો માંથી બસમાં ચડ ઉતર કરતાં મુસાફરોના ખિસ્સામાંથી પોકેટ તથા મોબાઇલની ચોરી કરનાર ઇસમોને પકડી પાડી ચોરીના કૂલ-૨ ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

                   પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા પી.એલ.માલ સાહેબ નાઓ એ સાબરકાંઠા જીલ્લામાં મિલકત સંબધી ગુનાઓ ન બને  તથા બનેલ ગુના શોધવા માટે સુચના આપેલ હોય જે સંદર્ભે બી ડીવીઝન પો.સ.ઈ.વી.યુ.ગડરીયા તથા“ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.

                હિંમતનગર બી.ડીવી.પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૮/૨૦૧૭ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના કામે ફરીયાદી શ્રી મહમદરીઝવાન ગુલામહુસેન નગદા રહે.પ્રાંતિજ વ્હોરવાડ વાળા એસ.ટી.ડેપોમાં બસમાં ચડતાં ગઇ કાલ તા.૨૨/૦૮/૨૦૧૭ ના કલાક.૧૨/૦૦ વાગે એસ.ટી.ડેપોમાં ચડતાં સેમસંગ કંપનીનો મોબાઇલ ચોરી થયેલ તથા હિંમતનગર બી.ડીવી.પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૯/૨૦૧૭ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના કામે ફરીયાદી મહેન્દ્રભાઇ જીવાભાઇ ડાભી રહે.ઇરીગેશન કોલોની,હડીયોલ પુલ છાપરીયા, હિંમતનગર વાળા એસ.ટી.ડેપોમાં બસમાં ચડતાં ગઇ કાલ તા.૨૨/૦૮/૨૦૧૭ ના કલાક.૧૩/૦૦ વાગે એસ.ટી. ડેપોમાં ચડતાં એક મરૂન રંગનુ પાકીટમાં રહેલ રૂ.૪૫૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે ગુન્હા સંબંધે અમો તથા ડી સ્ટાફના માણસો સાથે પ્રેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ટી.સ્ટેન્ડના અંદર જવાના દરવાજા તરફ જતાં બે ઇસમો પોલીસની ગાડી જોઇ નાસવા જવાનો પ્રયત્ન કરતાં હોય જેથી સાથેના પોલીસના માણસોએ પીછો કરી બંન્ને ઇસમોને પકડી લીધેલ અને બંન્ને ઇસમોના નામઠામ પુછતાં એક ઇસમ પોતાનુ નામ નૌસાદ ઉર્ફે ટીટુ ગનીશા દીવાન રહે.અજમેરી ફળી,ખેરવાડા જી.ઉદેપુર (રાજસ્થાન) નો હોવાનુ જણાવેલ જેની અંગઝડતી કરતાં એક છીંકણી રંગનુ પૈસા મુકવાનુ નાનુ પોકેટ (વોલેટ) મળી આવેલ જે પોકેટમાં જોતાં રૂ.૪૫૦૦/- મળી આવેલ તેમજ એક ડ્રાયવીંગ લાઈસન્સ મળી આવેલ જે બાબતે પુછતાં પોતે પોતાના મિત્ર ખનિલ સાથે હિંમતનગર એસ.ટી. ડેપોમાં ગઇકાલ બપોરના  એક વાગ્યાના સમયે બસમાં ચડતાં એક ભાઇના ખિસ્સામાંથી આ પોકેટની ચોરી કરેલ જે બાબતે અત્રેના પો.સ્ટે ફ.ગુ.ર.નં.૯૯/૨૦૧૭ ઇ.પી.કો કોમ-૩૭૯ મુજબનો ગુન્હોદાખલ થયેલ છે અને બીજાનુ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ અનિલ કનુભાઇ મોગીયા રહે.બાબા રામદેવ મંદિરની પાસે,ખેરવાડા જી.ઉદેપુર (રાજસ્થાન) નો હોવાનુ જણાવેલ તેની અંગઝડતી કરતાં એક કાળા રંગની બોડી વાળો સેમસંગ કંપનીનો મોબાઇલ મળી આવેલ જે મોબાઇલ ની કિ.રૂ.૮,૦૦૦/- ની જે બાબતે પુછતાં પોતે પોતાના ઉપરોક્ત મિત્ર નૌસાદ ની સાથે મળી હિંમતનગર એસ.ટી.ડેપોમાં ગઇ કાલ આશરે બપોરના બારેક વાગ્યાના સમયે બસમાં ચડતાં એક ભાઇના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી કરેલ જે બાબતે અત્રેના પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૮/૨૦૧૭ ઇ.પી.કો કોમ-૩૭૯ મુજબ નો ગુન્હો દાખલ થયેલ હોય જેથી બી.ડીવીઝન પોલીસે ચોરીના બે ગુન્હા દાખલ થયાના ફક્ત ત્રણ જ કલાકોમાં ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ તથા પોકેટ સાથે કુલ કિ.રૂ.૧૨,૫૦૦/- ની રીકવર કરી આરોપી અટક કરી વધુ બે ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.તા.૨૩/૦૮/૨૦૧૭

 

[3]-હત્યાના બે ગુન્હા કરી પેરોલ જમ્પ કરી ઘરફોડ ચોરીઓ કરનાર ઇસમને તેના સાગરીતો સાથે

પકડી પાડી ઘરફોડ ચોરીના કુલ-૨ ગુનાનો ભેદ ઉકેલતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

 

                   પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા પી.એલ.માલ સાહેબ નાઓ એ સાબરકાંઠા જીલ્લામાં મિલકત સંબધી ગુનાઓ ન બને તે સારૂ તથા બનેલ ગુના શોધવા માટે તથા નાસતા ફરતાં તથા પેરોલ જમ્પ આરોપીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે સંદર્ભે બી ડીવીઝન પો.સ.ઈ.વી.યુ.ગડરીયા તથા“ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.

        ગઇ કાલ તા.૦૬/૦૮/૨૦૧૭ ના રોજ પો.સ.ઈ. વી.યુ.ગડરીયા તથા સ્ટાફના માણસો વિસ્તારમાંરક્ષાબંધનના તહેવાર અંગે બજારમાં ભીડ ભાડ હોવાના કારણે કોઇ અનિછનીય ઘટના ન બને તે સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સ.ઈ.વી.યુ.ગડરીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હિંમતનગરબજારમાં ત્રણેક ઇસમો ચોરીનો મુદ્દામાલ વેચવા બજારમાં ફરે છે તેવી બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો ટાવર સર્કલથી જુના બજાર તરફ જતાં આ ત્રણેય ઇસમો જોવા મળતાં તેઓને રોકી પુછપરછ કરતાં તેઓએ પોતાના નામ (૧)શંકરભાઇ ઉર્ફે વિક્રમ લક્ષ્મણભાઇ બજાણીયા રહે-આદર્શ હાઇસ્કુલની બાજુમાં,પાણપુર પાટીયા તા.હિંમતનગર મુળ રહે.ધાણધા ઠાકોર વાસ તા.હિંમતનગર તથા (૨)અનિલભાઇ લક્ષ્મણભાઇ બજાણીયા રહે-આદર્શ હાઇસ્કુલની બાજુમાં,પાણપુર પાટીયા તા.હિંમતનગર મુળ રહે.ધાણધા ઠાકોર વાસ તા.હિંમતનગર નો હોવાનુ જણાવે છે તથા ત્રીજાનુ નામ (૩)રાકેશભાઇ અમૃતભાઇ બજાણીયા રહે.બજાણીયા વાસ,નવા પાંજરાપોળની બાજુમાં,વિજાપુર તા.વિજાપુર જી-મહેસાણા નો હોવાનું જણાવેલ જેઓની પાસેની પ્લાસ્ટીકની થેલીમાં ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન મળી આવેલ હોય જે બાબતે પુછપરછ કરતાં આ ત્રણેય જણાઓએ ભેગા મળી આજથી પંદરેક દિવસ અગાઉ (૧)વિજાપુર મહાજનના ઢાળમાં આવેલ એક કરીયાણાની દુકાનમાં ઘરફોડ ચોરી કરેલ  તથા (૨)તેના બે દિવસ પછી માણસા સીવીલ પાસે આવેલ એક ગલ્લો તોડેલ જે બંન્ને ચોરીમાંથી આ મુદ્દામાલ ચોરેલ હોવાનુ જણાવેલ જે ચોરીના મોબાઇલ ફોન નંગ-૩ તથા ચાંદીનો મુદ્દામાલ તથા અન્ય બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧૬,૯૦૦/- નો મુદ્દામાલ રીકવર કરેલ હોય તેમજ આરોપી શંકર બજાણીયા અગાઉ બે મર્ડર કેસમાં મહેસાણા સબ જલમાં કાચા કામના કેદી તરીકે જેલ માં હોય અને વચગાળના જામીનમાં આવેલ હોય અને સબ જેલ મહેસાણા ખાતે પરત હાજર ન થયેલ હોય અને છેલ્લા અઢી મહીનાથી નાસતો ફરતો હોય જેને પકડી સબજેલ મહેસાણા ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.જેથી હિંમતનગર બી.ડીવી.પોલીસે હત્યાના ગુન્હાનો પેરોલ જમ્પ આરોપી પકડી પાડી ઘરફોડના ચોરીના બે ભેદ ઉકેલી ઘરફોડના અન્ય બનાવ બનતાં અટકાવવામાં સફળતાં મળેલ છે.

 

ઇડર પોલસ.સ્ટેશન દ્વારા કરવામાં આવેલ કામગીરી.

          ઇડર પો.સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં.૧૨૮/૧૭ ઇપીકો ક. ૩૭૯ મુજબના કામે આરોપી મહાવીર સ/ઓ કંકન કિશન જાતે.પારઘી ઉ.વ.૨૬ ધંધો.ખેતી રહે.કનેરા વિશ્વાનગર તા.ભમૌરી જી.ગુના (મધ્યપ્રદેશ) વાળાને તા.૩૦/૦૮/૨૦૧૭ ના રોજ  ક:૧૧/૩૦ વાગે અટક કરી ચોરીમાં ગયેલ મોટર સાયકલ GJ-09-AJ-5199 કિ.રૂ.૧૭,૦૦૦/- નું રીકવર કરવામાં આવેલ છે અને સદરી આરોપીની યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણ પૂર્વક પુછપરછ કરતાં પોતે તથા સહ આરોપીઓના (૧) બીરૂ ઉર્ફે વીરૂ કમલસિંગ પારઘી રહે.જગનપુર હડીમીલ મહોલ્લા તા.જી.-ગુના (મધ્યપ્રદેશ), (૨) કેવલ જાનકીલાલ પારઘી રહે. જગનપુર હડીમીલ મહોલ્લા તા.જી.-ગુના (મધ્યપ્રદેશ), (૩) રાજવીર હેમરાજ પારઘી રહે.માતાપુરા તા.જી.-ગુના (મધ્યપ્રદેશ), (૪) અજીત શ્યામા પારઘી રહે.બિલાખેડી તા.ભમૌરી જી.ગુના (મધ્યપ્રદેશ), (૫) વિકાસ હેમરાજ પારઘી રહે.માતાપુરા તા.જી.-ગુના (મધ્યપ્રદેશ), (૬) તેગા મખ્ખન પારઘી રહે.બિલાખેડી તા.ભમૌરી જી.ગુના (મધ્યપ્રદેશ), (૭) રામદાસ અંબારામ પારઘી રહે.બિલાખેડી તા.ભમૌરી જી.ગુના (મધ્યપ્રદેશ), (૮) રૂપલાલ ભાવલાલ કાજીલે રહે.ગુલાઇ માલ તા.ખાલવા જી.ખંડવા (મધ્યપ્રદેશ), (૯) સુશીલ તારાચંદ કાસડે રહે.ગુલાઇ માલ તા.ખાલવા જી.ખંડવા (મધ્યપ્રદેશ), (૧૦) પ્રેમલાલ મોતીલાલ પાટીલ  રહે.ગુલાઇ માલ તા.ખાલવા જી.ખંડવા (મધ્યપ્રદેશ), (૧૧) સુનીલ ચુનીલાલ પાટીલ રહે.ગુલાઇ માલ તા.ખાલવા જી.ખંડવા (મધ્યપ્રદેશ), (૧૨) મુન્નાભાઇ મોજીલાલ પાલ્વી રહે.ગુલાઇ માલ તા.ખાલવા જી.ખંડવા (મધ્યપ્રદેશ) નાઓ સાથે મળી ઇડર ટાઉનમાં દિવસની તથા રાતની ઘરફોડ ચોરીઓ તથા મોટર સાયકલ ચોરીઓના ગુનાને અંજામ આપેલ છે તેવી કબુલાત કરતાં અનુક્રમ નં.૮ થી ૧૨ ને તા.૩૦/૦૮/૧૭ ના ક:૧૬/૩૦ વાગે અટક કરી (૧) ઇડર ફ.ગુ.ર.નં.૯૩/૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦ મુજબ, (૨) ફ.ગુ.ર.નં.૯૯/૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦ મુજબ, (૩) ફ.ગુ.ર.નં.૧૦૨/૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦ મુજબ, (૪) ફ.ગુ.ર.નં.૧૦૯/૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ, (૫) ફ.ગુ.ર.નં.૧૦૮/૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦ મુજબ, (૬) ફ.ગુ.ર.નં.૧૧૦/૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૩૮૦, ૫૧૧ મુજબ, (૭) ફ.ગુ.ર.નં.૧૨૦/૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, (૮) ફ્સ્ટ. ગુર.નં.૧૨૨/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબના મિલ્કત સબંધી કુલ-૯ ગુના શોધી કાઢવાની તેમજ મધ્યપ્રદેશની પારઘી ગેંગનો પર્દાફાશ કરવાની તેમજ મુદ્દામાલ રીકવર કરવાની સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 16-09-2017