હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

સાબરકાંઠા જીલ્‍લા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી

 

ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા પો.સ્‍ટે.માં પોલીસ તરફથી માહે ૦૭/૨૦૧૭ માં નીચે મુજબની સારી કામગીરી કરવામાં આવેલ  આવેલ 

માહે ૭/૨૦૧૭ના માસમાં કરવામા આવેલ કામગીરીની વિગત

બનાવ (૧)

ખેડબ્રહ્મા પો.સ્ટે. વિસ્તારના  હરણાવ નદીના પટમાં નવિનપુલનુ કામ ચાલુ હોવાથી જેસીબી ટ્રક આયવા સાથે નદીના પટમાં ત્રણ માણસો કામ કરતા હતા અને તા. ૨૨/૭/૧૭ ના રોજ સાંજના સમયે આશરે ૮/૩૦ વાગે નદીના ઉપરવાસમાં વરસાદના કારણે એકદમ પાણી આવવાથી જેસીબી સાથે ત્રણ માણસો ફસાયેલ જેની જાણ થતાં તાત્કાલીક મે. સબ ડીવી.મેજી.સા. તથા મામલતદાર સા.નાઓ સાથે પોલીસે મદદમાં રહી ઇડરથી ફાયર ફાઇટર તથા રેસ્કયુના સ્ટાફનાઓ સાથે મળી ત્રણે માણસોને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી બચાવ કામગીરી કરવામાં આવેલ. જેમાં કોઇ જાનહાની થવા પામેલ નહીં.

બચાવેલ માણસોના નામ-

(૧) ચાલીન ભાનુ શાલી પટેલ ઉવ. ૨૩ રહે- મુકતુપુર તા. ઉઝા, મહેસાણા  સુપરવાઇઝર

(૨) પ્રતિક વિસનભાઇ ચૌધરી ઉ.વ. ૨૨ રહે- ખોટીસણા તા. ખેરાલુ જી. મહેસાણા ડ્રાઇવર

(૩) સંજય જાગીર જાદવ ઉ.વ. ૩૫ રહે- બિહાર ધામપર જી. બીહાર જેસીબી ઓપરેટર

બનાવ (૨)

                       તા.૨૭/૭/ર૦૧૭ ના રોજ  ખેડબ્રહ્મા પો.સ્ટે. વિસ્તારના  હરણાવ નદીના પટમાં રેપડી માતાના મંદિરે પુજારી રાંમાભાઇ ભીખાભાઇ ઠાકોર રહે ખેડબ્રહ્માનાઓ દિવો કરવા સારૂ બપોરના મંદિરે ગયેલ અને તેમની સાથે બીજા પાંચ માણસો પણ ગયેલ તે દરમ્યાન વરસાદના લીધે ઉપરવાસથી પાણી આવતાં તથા ખેડવા ડેમમાંથી પાણી છોડતાં નગરપાલીકા તથા ડીજાસ્ટારમાંથી તેમજ પોલીસ કન્ટ્રોલ રૂમથી ટેલીફોન આવતાં ખેડબ્રહ્મા પો.સ્ટે.થી પોલીસ સ્ટાફ આ પૂરમાં ફસાથેલ માણસોને બચાવવા ધરોઇ ડેમમાં હોડી ચલાવતા અને ખેડબ્રહ્મા રહેતા વર્ધમાનભાઇ નટનો સંપર્ક કરી તાત્કાલીક સ્થળ ઉપર હોડી લાવી રેસ્કયુ કરી પોલીસ તથા વહીવટી તંત્રની મદદથી તેઓને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવેલ. આ બનાવમાં કોઇ જાનહાની થવા પામેલ નહી.

બચાવેલ માણસોના નામઃ-

(૧) રામાભાઇ ભીખાભાઇ ઠાકોર  ઉવ. ૩૫ રહે-ખેડબ્રહ્મા ગામમાં તા -ખેડબ્રહ્મા 

(૨) ગોપાલભાઇ ભીખાભાઇ ઠાકરડા  ઉ.વ.૩૨ રહે- ભાટવાસ વડાલી  તા- વડાલી 

(૩) રંજનબેન વા/ઓ ગોપાલભાઇ ભીખાભાઇ ઠાકરડા  ઉ.વ.૩૦ રહે- ભાટવાસ વડાલી  તા- વડાલી

(૪) પ્રજ્ઞાબેન ડો/ઓ ગોપાલભાઇ ભીખાભાઇ ઠાકરડા  ઉ.વ.૯ રહે- ભાટવાસ વડાલી  તા- વડાલી

(૫) આશાબેન ઇશ્વરભાઇ ઠાકરડા ઉ.વ. ૩૫ રહે- ભાટવાસ વડાલી  તા- વડાલી

(૬) લક્ષ્મીબેન ગલજીભાઇ ઠાકરડા ઉ.વ. ૪૫ રહે- વડાલી  તા- વડાલી

 

ઉપરોક્ત બનાવોમાં વધુ સારી બચાવ કામગીરીમાં મદદગાર થયેલ પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓનાં નામઃ-

(૧) શ્રી એ.વી.દેસાઇ પોલીસ સબ ઇન્સ., ખેડબ્રહ્મા પો.સ્ટે.

(ર) એએસઆઇ કાળાભાઇ માંનાભાઇ બ.નં.૩૩૮

(૩) હે.કો. કનુભાઇ વીરાભાઇ બ.નં.૧૩૧૧

(૪) હે.કો. નાથાલાલ ખેંમરામ બ.નં.૮

(૫) પો.કો. વિજયભાઇ ભીખાભાઇ બ.નં.૧૦૩

 

હિં.બી.ડીવી. પો.સ્ટે આઉટ એફ.ટી.પી મેસેજ નં.૯૧૪/૧૭ તા.૨૪/૦૭/૨૦૧૭

 

        (૧) ગઇ.તા.૧૮/૦૭/૧૭ ના રોજ અમો.પો.સબ.ઇન્સ વી.યું. ગડરીયા તથા વુ.પો.કો. કોકીલાબેન રમણભાઇ તથા અન્ય બીજા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક મહીલા પોતે ગભરાયેલ હાલતમાં જતી હોય અને જે ખુબ જ અશક્ત અને બિમાર જણાતાં જેને મહીલા પો.કોન્સ.દ્વારા વિશ્વાસમાં લેવડાવી પુછપરછ કરતાં પોતે શબાના વા/ઓ આરીફભાઇ શેખ રહે.પીલકકુવા તા.ઘોલાના જી.હાપોર ઉત્તર પ્રદેશ પીલુવા પો.સ્ટે.વિસ્તારની હોવાનું જણાવેલ.અને સંતોષ બંધેલ તેનું અપહરણ કરી અત્રે લાવેલ હોવાનુ જણાવેલ અને તેની તબીયત ખુબજ નાદુરસ્ત હોય જે અંગે સ્ટે.ડા.નં. ૧૨/૧૭ કલાક.૧૮/૪૦ થી નોંધ કરી મહીલા પો.કો.ને સાથે રાખી સીવીલ હોસ્પીટલમાં સારવાર સારૂ દાખલ કરવામાં આવેલ અને આ બાબતે પીલુવા પો.સ્ટે. તથા ભોગ બનનારના પરીવારનો સંપર્ક કરી પીલુવા પો.સ્ટે.થી તથા ભોગ બનનારના પરીવાર પાસેથી અપહરણ કરનાર આરોપીની માહિતી મેળવી આરોપી સંતોષસિંહ રવિન્દ્રસિંહ બંધેલ રહે.સાદસરનગર પીલાવલી તા.પોરસા જી.મુરાના ઉત્તર પ્રદેશવાળાને પકડી પાડવામાં આવેલ અને ભોગબનનારની સીવીલ હોસ્પીટલમાં સારવાર કરાવેલ અને તા.૨૧/૦૭/૧૭ નારોજ તેના પરીવારના સભ્યો અને પીલુવા પો.સ્ટે.ની પોલીસ આવતાં તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવી આરોપીને પીલુવા પો.સ્ટે.ની પોલીસને સોપી.જે અંગે સ્ટે.ડા.નં.૧૪/૧૭ કલાક.૧૩/૨૦ થી નોંધ કરી પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

(૨) ગઇ.તા.૩૦/૦૭/૧૭ ના રોજ  અમો પો.સ.ઈ. વી.યુ.ગડરીયા  તથા સ્ટાફના માણસો વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા મો.સા.ચોરી રોકવાના ભાગ રૂપે મોર્નિગ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  પો.સ.ઈ.વી.યુ.ગડરીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હિંમતનગર એન.જી.સર્કલ પાસે એક ઈસમ પોતની પાસે મો.સા.ના નંગ-૨ ટાયર લઈને ઉભેલ છે અને જે વેચવાની પેરવી કરી રહેલ છે જેથી એન.જી.સર્કલ ખાતે પહોચી સદર ઈસમ નામે અશરફ ઉર્ફે ખરજવો રજાકભાઇ પઠાણ ઉ.વ.૩૫ રહે.હાજીપુરા,જૂની પોસ્ટ ઓફિસ પાછળ,હિંમતનગર કોર્ડની કરી પકડી પાડેલ  જેની પાસે બે ટાયર બાબતે પુછ પરછ કરતાં પોતે આજથી અઠવાડીયા પહેલા કોર્ટ કંપાઉન્ડમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરી જેનું પેટ્રોલ પુરૂ થઈ જતાં પાણપુર પાટીયા પાસે બિનવારસી મુકી દઈ જેના બંન્ને ટાયરો કાઢી લીધેલ જે આ બે ટાયર હોવાની કબુલાત કરેલ વધુ પુછ પરછ કરતાં પોતે આજથી પંદરેક દિવસ પહેલા માળીના છાપરીયા વણઝારા વાસ ના નાકેથી એક ટ્રક ના સ્પેર વ્હીલની ચોરી કરી તથા  આજથી એકાદ વર્ષ પહેલા હિંમતનગર અંબર સિનેમા રોડ ઉપર પાર્ક કરેલ બોલેરો ગાડીનુ સ્પેર વ્હીલ ચોરી કરી લઇ ગયેલ જે બંન્ને ટાયરો હાલમાં એન.જી. સર્કલની સામેની ઝાડીમાં સંતાડેલ બતાવેલ હોય જે બતાવતાં બોલેરો ગાડીના ટાયર તથા ટ્રક્નું ટાયર  તથા મો.સા.ના. બે ટાયર મળી કૂલ કિ.રૂ.૧૧૦૦૦/- નો ચોરીનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ તથા જેને અટક કરી વધુ પૂછ પરછ કરતાં પોતે મો.સા.ચોરીના ગુનાઓની પણ કબુલાત કરેલ જેમાં

        આજથી આશરે દસેક મહીના અગાઉ પોલોગ્રાઉન્ડ ખાતે આવેલ કૈલાસ સોસાયટીમાંથી એક મકાન આગળથી એક હીરો હોન્ડા મો.સા. ચોરી કરેલાનુ જણાવેલ છે જે સંદર્ભે અગાઉ અત્રેના પો.સ્ટે. માં ફ.ગુ.ર.નં.૯૫/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો દાખલ થયેલ છે.

        આજથી આશરે નવેક મહીના પહેલા હિંમતનગર સંઘ ફાટક પાસે આવેલ ડો.રણછોડભાઇના દવાખાના આગળથી એક હીરો હોન્ડા સ્પલેન્ડર મો.સા. ચોરી કરેલાનુ જણાવેલ છે જે સંદર્ભે અગાઉ અત્રેના પો.સ્ટે. માં ફ.ગુ.ર.નં.૧૧૩/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો દાખલ થયેલ છે .

        આજથી આશરે નવેક મહીના પહેલા હિંમતનગર કોર્ટ કંપાઉન્ડમાંથી એક હીરો હોન્ડા સીડી ડીલક્ષ મો.સા. ચોરી કરેલાનુ જણાવેલ છે જે સંદર્ભે અગાઉ અત્રેના પો.સ્ટે. માં ફ.ગુ.ર.નં.૧૧૫/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો દાખલ થયેલ છે .

        આજથી આઠેક મહીના પહેલા હિંમતનગર બહુમાળી ભવનના કંપાઉન્ડમાંથી બી બ્લોક પાસે પાર્કિંગ માંથી એક બજાજ સીટી ૧૦૦ મો.સા. ચોરી કરેલાનુ જણાવેલ છે જે સંદર્ભે અગાઉ અત્રેના પો.સ્ટે. માં ફ.ગુ.ર.નં.૧૨૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો દાખલ થયેલ છે.

        જેથી હિંમતનગર બી ડીવીઝન પોલીસે ચોરીના કૂલ-૬ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી સારી કામગીરી કરવામાં આવેલ છે.

            

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 16-08-2017