હું શોધું છું

હોમ  |

એવોર્ડસ
Rating :  Star Star Star Star Star   

એવોર્ડસ ::

પોલીસ માનપદક :-

(૧) રાષ્ટ્રપતિ પોલીસપદક :-

રાષ્ટ્રના માન્ય પોલીસદળના સદસ્યો પૈકી પોતાની ફરજ દરમ્યાન અસાધારણ શૌર્યા અને વ્યાવસાયિક નિપુણતાના સર્વોચ્ચ કૌશલ્ય દાખવી જિંદગી અને મિલકત બચાવવાની વિશિષ્ટ કામગીરી અથવા ગુનો અટકાવવાની અથવા ગુનેગાર પકડવાની કાર્યવાહી કરનાર, ખાસ વિકટ સંજોગો અને મુશ્કેલ પરિસ્થિતિમાં શૌર્યપૂર્વક પોલીસ સેવાનું આજ્ઞાપૂર્વક સંચાલન કરનારને રાષ્ટ્રપતિ પોલીસપદક રાષ્ટ્રપતિ દ્વારા એનાયત છે. સામાન્ય રીતે એક વર્ષમાં દેશભરમાં કુલ-૪પ થી વધુ પદક એનાયત કરવામાં આવતાં નથી. આ પદક સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની પુર્વસંઘ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ) નિમિત્તે એનાયત કરવામાં આવે છે.

(ર) પોલીસ મેડલ :-

રાષ્ટ્રના માન્ય પોલીસદળના સદસ્યો પૈકી પોતાની દીર્ઘ સેવાકીય કારકિર્દી દરમિયાન ફરજ પ્રતયે સાતત્યપુર્ણ સમપર્ણભાવ સાથે પ્રશંસનીય અને વિશિષ્ટ પ્રદાન કરનારને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષ દરમ્યાન દેશભરમાં કુલ-૧૭પથી વધું પોલીસ મેડલ એનાયત કરવામાં આવતાં નથી. આ પદક પણ સ્વાતંત્ર્યદિન અને પ્રજાસત્તાક દિનની પુર્વ સંઘ્યાએ (એમ બે રાષ્ટ્રીય પર્વ) એનાયત કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ પ્રાપ્ત કરેલ પોલીસ કર્મચારીઓનાં નામ નીચે મુજબ છે:

(૧) શ્રી લક્ષ્મણસિંહ સુજેસિંહ રાઠોડ, એએસઆઈ સને ૧૯૮ર
(ર) શ્રી જગતસિંહ અમરસિંહ જેતાવત, એએસઆઈ સને ૧૯૮૭
(૩) શ્રી દલપતસિંહ ગોબરસિંહ રાઠોડ, એએસઆઈ સને ર૦૦ર
(૪) શ્રી જયંતિભાઈ લેબાભાઈ વણકર, આપોકો સને ર૦૦૪
(પ) શ્રી સોમાભાઈ દિતાભાઇ પટેલ, અહેકો સને ર૦૦પ

(૩) વડા પ્રધાનનો જીવનરક્ષા પદક :-

તમામ રેન્કના પોલીસ અધિકારી અને કર્મચારીઓમાં જીવનને જોખમરૂપ મુશ્કેલ પરિસ્થિતિમાં સપડાયેલ નિ:સહાય અસરગ્રસ્ત માનવના જીવનને બચાવવા માટે પોતાની તમામ શક્તિ અને નિષ્ઠા કામે લગાડવાની ભાવનાને પ્રોત્સાહિત કરવાના હેતુંથી અન્યના જીવનના બચાવ માટે પોતાના જીવનને પણ જોખમમાં મૂકી દષ્ટાંત રૂપ ફરજ નિષ્ઠા સાથે બચાવકાર્ય કરનાર પોલીસ કર્મચારીને વડા પ્રધાન દ્વારા આ પદક એનાયત કરવામાં આવે છે.

(૪) પોલીસ સ્પેશિયલ ડ્યૂટી મેડલ :-

રાજય પોલીસ દળ, સેન્ટ્રલ અનામત પોલીસ દળ અને કેન્દ્રીય ગુપ્તચર સેવામાં ફરજ બજાવતા અધિકારી અને જવાનો પૈકી અસાધારણ વિષમ સંજોગો અને ભૌગોલિક તેમ જ હવામાનની અસહ્ય વિષમતા વચ્ચે પણ ડગ્યા વિના દષ્ટાંતરૂપ સેવા બજાવી ફરજનો નિર્વાહ કરનારને ભારત સરકાર દ્વારા આ પોલીસ (સ્પેશિયલ ડયુટી મેડલ) એનાયત કરવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 01-07-2011