હું શોધું છું

હોમ  |

જન સેવા કેન્દ્ર (નાગરિક સુવિધા કેન્દ્ર)
Rating :  Star Star Star Star Star   

નાગરિક અધિકારપત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં ''જનસેવા કેન્‍દ્રો ઊભાં કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે. જે તમામ કચેરીઓમાં એક સમાન હશે. જે લોક અનુદાન/ ભંડોળથી કાર્યરત થનાર છે. જે જનસેવા કેન્‍દ્ર તરીકે ઓળખાશે.

આ કેન્‍દ્રમાં નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા લખવાની વ્યવસ્થા તથા પીવા માટે પાણીની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ વગેરે મેળવવા માટેની અદ્યતન વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

નાગરિક અધિકારપત્ર પરત્વે થનાર કાર્યવાહીની વિસ્‍તૃત સમજ/માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેન્‍દ્ર માટે નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારીની જનસંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી અરજદારે વધુ રજૂઆત માટે તેમજ તે અંગે માહિતી માટે જરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

આ કેન્‍દ્રમાં લોકોને આપવામાં આવતી સેવાના સંદર્ભમાં જે વહીવટી ખર્ચ થવાપાત્ર છે. તે સેવા ચાર્જ તરીકે અરજી દીઠ-રૂ.ર૦/- (વીસ)ની મર્યાદામાં નાગરિકો પાસેથી વસૂલ લેવાની સત્તા જે તે કચેરીના વડાને આપવામાં આવેલ હોઈ જરૂર જણાયે સેવાચાર્જ વસૂલ લેવામાં આવશે અને આ અંગેની થનાર આવકનો ઉપયોગ આ કેન્‍દ્રને વધુ સક્ષમ તથા સુવિધાવાળું બનાવવા માટે કરવામાં આવશે.

ઉપરોક્ત જનસેવા કેન્‍દ્રનો મુદ્રાલેખ

પોલીસ જનસેવા કેન્‍દ્રમાં આવતા દરેક અરજદાર / નાગરિક ખૂબ જ મહત્વની વ્યક્તિ છે.તેઓ કોઈ પણ રીતે આપણા ઉપર આધારિત નથી પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી તે આ કેન્‍દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 24-06-2008