પોલીસ અધિક્ષક, સાબરકાંઠા
http://www.spsabarkantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 5:42:34 PM

                                

                                   સાફલ્‍યગાથા

            સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

            સાબરકાંઠા જીલ્‍લાના બી.એલ.દેસાઇ પોલીસ ઈન્‍સપેકટર એસ.ઓ.જી.પોલીસ અધિક્ષકશ્રીની કચેરી હિંમતનગર નાઓ ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

            પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૨૯/૦૬/૨૦૧૫ થી તા .૦૫/૦૭/૧૫  સુધીની વિગત નીચે મુજબ છે.

પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા નાઓની સુચના અંતર્ગત પોલીસ ઇન્‍સપેક્ટરશ્રી એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. એમ.એમ.સોલંકી, તથા અ.હે.કોન્‍સ. રણછોડભાઇ તથા ધર્મેન્‍દ્રસિંહ તથા પો.કોન્‍સ. દુષ્‍યંતસિંહ તથા મયુરધ્‍વજસિંહ વિગેરે એસ.ઓ.જી. ટીમ દ્રારા તા. ૦૫/૦૭/૨૦૧૫ ના રોજ ગેરકાયદેસર હથિયાર અંગે મળેલ ખાનગી બાતમી આધારે ઇડર તાલુકાના ખોડમ ગામની સીમમાં ગૌચર વિસ્‍તારમાંથી આરોપી ખુમાભાઇ શકરાભાઇ ડામોર રહે. આંબા કવેલ તા.જાડોલ જી.ઉદેપુર, રાજસ્‍થાન વાળાને ગેરકાયદેસરની લાયસન્‍સ વગરની દેશી બનાવટની સીંગલ બેરલ બંદુક સાથે પકડી લઇ તેની વિરૂધ્‍ધ આર્મ્‍સ એક્ટ હેઠળ જાદર પોલીસ સ્‍ટેશન સેકન્‍ડ ગુ.ર.નં. ૩૦૮૪/૧૫ આર્મ્‍સ એક્ટ કલમ- ૨૫ (૧-બી) એ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે. જે સારી કામગીરી કરેલ છે.