સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને જીલ્લાના પોલીસ સ્ટેશનો ના અધિકારીઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૦૩/૧૧/૨૦૧૪ થી તા.૧૭/૧૧/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.
(૧)હિંમતનગર એ-ડીવીજન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૧૮/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના કામના ફરીયાદીશ્રી મદનસિંહ વિજયસિંહ પુરોહિત રહે.ઉમા હોસ્ટેલ, મોતીપુરા, હિંમતનગર, જી.સાબરકાંઠા વાળાની સાથે તા.૨૬/૦૭/૨૦૧૪ ના ક.૧૦/૩૦ થી તા.૦૧/૦૮/૨૦૧૪ ના કોઇપણ સમય દરમ્યાન ‘હોટ ફ્રેન્ડશિપ‘ નામની ક્લબની સમાચાર પત્રમાં જાહેરાતમાં આપેલ ફોન નંબર ઉપર આરોપી પારૂલ તથા પુનમ પટેલ જેમના પુરા નામ સરનામાની ખબર નથી તેમણે ફરીયાદીને ટેલીફોન ઉપર અલગ અલગ સ્કીમો ફોન ઉપર જણાવી રૂપીયાનું રોકાણ કરવા અંગે પ્રલોભનો આપીને વધું પૈસા પરત મળવાની લાલચ આપીને અલગ અલગ રીતે ફરીયાદી પાસેથી બેંક એકાઉન્ટ તથા આંગડીયા દ્વારા રૂ.૩૫,૫૧,૦૦૦/- મેળવી લઇને ફરીયાદીને કોઇ જવાબ નહી આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી રૂપીયા લઇ પરત આપેલ નહી. જે અંગેની ફરીયાદ આપતાં તા.૨૯/૦૮/૧૪ ના કલાક ૧૧/૧૫ ના રોજ હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરેલ. અને જે અંગે શ્રી પી.એલ.માલ પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા નાઓએ ગુન્હાના કામે આરોપીઓ પકડી પાડવા સારૂ સદરહું તપાસ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર, જે.એમ.આલ નાઓને સોપતાં સદરી ગુન્હાની તપાસ સંભાળી લઇ આરોપીઓ પકડવા માટે સુચના આપેલ. જે આધારે એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી કે.ડી.બ્રહ્મભટ્ટ તથા સ્ટાફના માણસોની ટીમ બનાવી મુંબઇ મુકામે મોકલી આપેલ જયાંથી આરોપીબેન હેમાબેન ઉર્ફે પાયલ ઉર્ફે સોનાલી ડો/ઓ મહેશચંન્દ્ર કેશવદત્ત છીમવાલ, હાલ રહે.રોયલ પર્મ્સ, II બિલ્ડીંગ પાંચમો માળે ફે્લટ નં.પ૧૨ ગોરેગાંવ (ઇસ્ટ), મુંબઇ, મુળ રહે. સેક્ટર-૨૪ પાસે, હાઉસ નં.સી-૧૦, પાર્ટ-III, પ્રતાપ વિહાર, રોહિણી, ન્યુ દિલ્હીનાનીને તા.૩૦/૧૦/૧૪ ના ક.૧૭/૧૫ વાગે મુંબઇ મુકામે અટક કરેલ છે. અને આ ગુન્હાના કામે ફરીયાદી પાસેથી આરોપીબેને મેળવેલ રૂપીયા પૈકી રૂ. ૩૩,૯૨,૦૦૦/- રીકવર કરેલ છે. તથા આ કામે અન્ય આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે.
તા.૧૧/૧૧/૨૦૧૪ હિંમતનગર એ-ડીવીજન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૧૮/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦ મુજબના ગુન્હાના કામે આરોપી પ્રદિપકુમાર જયભગવાનદાસ તુટેજા ઉ.વ.- ૪૩ રહે. મકાન નં. ૨૦૫,બિલ્ડીંગ નં.૩૯ ,મહાડા,એકતાનગર,ચારકોપ કાંદીવલી, વેસ્ટ મુંબઇ તથા સેકટર- ૭, બેંક ઓફ બરોડાવાળી ગલી,ગુપ્તાજીના મકાનમાં,નહારપુર,રોહીણી,દિલ્હી. મુળ રહે. મકાન નં. એ/૪૦, ભગત માર્કેટ ગલી, વોર્ડ નં. ૧૦,ગન્નોર, તા.ગન્નોર જી.સોનીપત (હરીયાણા) વાળાને તા. ૧૦/૧૧/૧૪ ના ક. ૨૦/૩૦ વાગે મલાડ,મુંબઇ મુકામે અટક કરેલ છે.
ટ્રાફિક અંગે કરેલ કામગીરી:-
માન.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરનાઓના અધ્યક્ષસ્થાને ગઇ તા.૨૨/૧૦/૨૦૧૪ ના રોજ વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલ જે અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્યમાં અગામી તા.૦૬/૧૧/૧૪ થી તા.૨૦/૧૧/૧૪ દરમ્યાન "Traffic Enforcement and Education" અંગે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ છે. આ આયોજનમાં અત્રેના જિલ્લામાં માર્ગ અકસ્માત અટકે અને ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય તે માટે ડ્રાઇવ શરૂ થતાં પહેલાં નીચે મુજબની કાર્યવાહી કરવમાં આવેલ છે.
(૧) તા.૦૫/૧૧/૨૦૧૪ ના રોજ સુરક્ષાસેતુ અંતર્ગત અત્રેના જિલ્લાના પોલીસ હેડ ર્ક્વાટર ખાતે આ ટ્રાફિક ઝુંબેશમાં ટીમવાઇઝ કામગીરી કરનાર જિલ્લાના પો.સ્ટેના પોલીસ કર્મચારીઓ,જિલ્લા ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ,હોમગાર્ડ,ટ્રાફિક બ્રિગેડના સભ્યો સભ્યો મળી કુલ-૧૫૦ માણસોને રાજ્યકક્ષાના ટ્રાફિક ટ્રેનરશ્રી અમિતભાઇ ખત્રીનાઓને અમદાવાદથી બોલાવી ટ્રાફિકની તાલીમ આપવામાં આવેલ છે.આ તાલીમમાં જિલ્લાના સુપરવિઝન અધિકારીશ્રીઓને હાજર રહેલ હતા.
(૨) તા.૬/૧૧/૧૪ ના રોજ સુરક્ષાસેતુ અંતર્ગત ટ્રાફિક ઝુંબેશના પ્રારંભમાં જિલ્લાના પો.સ્ટે.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ,ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ,હોમગાર્ડ જવાનો,ટ્રાફિક બ્રિગેડના સભ્યો,રીક્ષા ચાલકો,ટેક્ષી ચાલકો મળી કુલ-૨૦૦ માણસોને ટ્રાફિક નિયમોને લગતા બેનર,પ્લેકાર્ડ,સ્લોગન સાથે હિંમતનગર શહેરમાં પોલીસ બેન્ડ સાથે રેલી કાઢવામાં આવેલ .જેમાં.પોલીસ.અધિક્ષકશ્રી,આર.ટી.ઓ.અધિકારીશ્રી,એસ.ટી.નિયામકશ્રી,હિંમતનગરનગરપાલિકાના પ્રતિનિધિ,સાબર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રેલીમાં સાથે હાજર રહેલ આ રેલી પોલીસ હેડ ર્ક્વાટરથી શરૂ કરી એસ.ટી.સ્ટેન્ડે પૂર્ણ કરવામાં આવેલ ત્યારબાદ રોડ ઉપર અવર જવર કરતા વાહન ચાલકોને ફુલ આપી ટ્રાફિક નિયમોની અમલવારી કરવા સમજ તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે.
(૩) તા.૧૬/૧૧/૧૪ ના રોજ સુરક્ષાસેતુ અંતર્ગત હિંમતનગર પોલીસ હેડ ર્ક્વાટર પરેડ ગ્રાઉન્ડમાં હિંમતનગર શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની કુલ- ૬ હાઇસ્કુલોના ધોરણ ૫ થી ૧૨ ના ૩૫૦ વિધાર્થીઓને હાજર રાખી ટ્રાફિક અવેરનેસની થીમ ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં પ્રાથમિક વિભાગમાં આવનાર પ્રથમ ત્રણ,માધ્મમિક વિભાગનાપ્રથમ ત્રણ તથા ઉચ્ચતર વિભાગના પ્રથમ ત્રણ વિધાર્થીઓને કમિટી ધ્વારા સિલેક્ટ કરી પ્રોત્સાહનરૂપ ઇનામ આપવામાં આવેલ અને આ ચિત્રસ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ વિધાર્થીઓને ટ્રાફિક નિયમો અંગેની જાણકારી તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે.