સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને જીલ્લાના પોલીસ સ્ટેશનો ના અધિકારીઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૦૬/૧૦/૨૦૧૪ થી તા.૧૨/૧૦/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.
(૧) સાબરકાંઠા જીલ્લાના સુરક્ષા સેતુ.સોસાયટી ધ્વારા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગરનાઓના ક્રમાંક:-ખ/સુરક્ષા સેતુ રથ/૫૧૨/૧૪ તા.૩૦/૦૯/૧૪ થી સાબરકાંઠા જીલ્લાને તા.૦૧/૧૦/૧૪ થી તા.૧૫/૧૦/૧૪ સુધી સુરક્ષા સેતુ રથ ફાળવવામાં આવેલ છે. જે સુરક્ષા સેતુ રથ તા.૨/૧૦/૧૪ થી તા.૧૨/૧૦/૧૪ દરમ્યાન જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કુલ કોલેજો શાળાઓ અગત્યના સ્થળો મોટા બજાર સાર્વજનીક સંસ્થાઓમાં ફેરવામાં આવેલ અને મહીલાઓ પર થતા જાતિય હુમલાઓના ગુનાઓ બાબતનું જ્ઞાન આપી ટુકી ફીલ્મ બતાવવામાં આવેલ અને મહીલા સશકતિ કરણ માટે સમજણ આપવામાં આવેલ હતું. અને કાયદાઓનું જ્ઞાન માટે પત્રીકાઓ વહેચવામાં આવેલ જે સારી કામગીરી કરેલ છે જે સા.મે.ને. વિ થાય.