સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ કોરડીયા અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ના અધિકારીઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૦૭/૦૭/૨૦૧૪ થી તા.૧૩/૦૭/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.
(૧) ગાંભોઇ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૫૫/૧૪ ઇ.પી.કો.ક.૩૬૩.૩૬૬.તથા ધી પોટેકશન ઓફ ચીલ્ડ્રન એન્ડ વુમન અગેન્સ્ટ સેકસ્યુલ એકટ ૨૦૧૨ની કલમ ૪.૫(એમ) ૬ મુજબનો તા.૨૬/૦૬/૧૪ ના રોજ નોધાયેલ સદર ગુનાના કામે ફરીયાદીની ૩!! (સાડા ત્રણ) વર્ષની બાળકી નેહા ઉપર આરોપીનુ નામ કે વતનનુ સરનામુ જણાવવા માં આવેલ નહી તેમજ સ્થાનિક કક્ષાએ પણ આરોપી નુ નામ ફકત વિજય ઉર્ફે બ્રીજેશ બિહારી તરીકે નુ મળેલ હતું.
પોલીસ અધિક્ષકશ્રીના સીધા માર્ગદર્શન અને સુચના અન્વયે સદર ગુનો અતિગંભીર અને ક્રુર હોઇ આ ગુનાની તપાસ પો.ઇન્સ.એસ.ઓ.જી. ને સોપવામાં આવેલ અને એસ.ઓ.જી. તથા એલ.સી.બી.ના અધિકારીઓ તથા સમગ્ર સ્ટાફ આ ગુનામાં આરોપીનુ પુરૂ નામ મુળ વતનનુ સરનામુ મેળવવા અને આરોપીની ધરપકડ કરવા અલગ ટીમો બનાવી તાત્કાલીક ધોરણે આરોપીના સંપર્કમાં રહેલા માણસો તથા સ્થળોએ જઇ આરોપીની પુરેપુરી માહીતી મેળવવા તેમજ આરોપી ના મોબાઇલ નંબરો આધારે ટેકનીકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ તપાસ કરી ધરપકડ કરવા કાર્યવાહી કરવામાં આવેલ તપાસના પ્રાથમિક ધોરણે આરોપીનુ નામ તેમજ વતનનુ સરનામુ આગવી કુનેહ અને ખંતથી મેળવી અને આરોપી અગાઉ મહારાષ્ટ્ર રાજયના વાડા વિસ્તારમાં આવેલ સન સ્ટીલ માં કામ કરેલ હોવાની માહીતી મળતાં પો.સ.ઇ. કે.જી.ચૌધરી એસ.ઓ.જી.તથા પોલીસ ટીમને મહારાષ્ટ્ર રાજયમાં મોકલી તપાસ કરાવતાં આરોપી તેના વતનના ગામ તરફ ગયેલ હોવાની માહીતી મળતાં પો.સ.ઇ. ડી.જે.ચૌધરી એલ.સી.બી. તથા પોલીસ ટીમને આરોપીના વતન બલીયા જીલ્લા રાજય ઉતરપ્રદેશ તરફ મોકલી આરોપીની ઓળખ નકકી કરી ગુનાના અલ્પ સમયમાં આવા અતિ ગંભીર ગુનો કરનાર આરોપી ગીરજેશ ઉર્ફે વિજય s/o ગુલાબ ચૌહાણ રહે.ખંડવા તા.બેલથરા રોડ જી.બલીયા ઉતર પ્રદેશવાળાની ધરપકડ કરવાની સારી કામગીરી કરવામાં આવેલ છે
(૨) તા..૧૧/૦૭/૨૦૧૪ ના રોજ ક. ૧૦/૦૦ થી ક. ૧૧/૦૦ સુધી ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડર તથા અમો તથા કોલેજ પ્રિન્સીપાલ તથા કોચર તથા કોલેજની મહિલાઓ કુલ ૧૫૦ હાજર રહી સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ અંગેની તાલીમ આપવા અંગેના કાયૅક્રમનુ આયોજન કરવામાં આવેલ છે અને ટ્રેઇનીંગ શરૂ કરેલ છે જે ટ્રેનીંગ કોચર પુનીતભાઇ પટેલ (બ્લેક બેલ્ટ) દ્રારા આપવામાં આવી રહેલ છે. જે સુરક્ષા સેતુ અન્વયે કાર્યક્રમ યોજવામાં આવેલ છે.જે સારી કામગીરી કરવામાં આવેલ છે.
(૩) તા.૧૨/૦૭/૧૪ ક. ૧૦/૧૫ થી ક. ૧૧/૧૫ ટી.એન.શાહ મહિલા આર્ટસ કોલેજ ઇડરમાં ના.પો.અધિ.સા.શ્રી ઇડર તથા અમો તથા પ્રિન્સીપાલશ્રી તથા કોલેજના પ્રાધ્યપકશ્રીઓ તથા કોચર તથા કોલેજની ૨૦૦ વિધાર્થીનીઓ હાજર રહી સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ અંગેની તાલીમ આપવા અંગેના કાયૅક્રમનુ આયોજન કરવામાં આવેલ છે અને ટ્રેઇનીંગ શરૂ કરેલ છે જે ટ્રેનીંગ કોચર પુનીતભાઇ પટેલ (બ્લેક બેલ્ટ) દ્રારા આપવામાં આવી રહેલ છે. જે સુરક્ષા સેતુ અન્વયે સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.જે સારી કામગીરી કરવામાં આવેલ છે. જે આપ સાહેબ ને વિદિત થાય
(પટેલ જયોતિ પંકજ)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક હિંમતનગર સા.કાં.