સાફલ્યગાથા સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ..એ.ડીવીજન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ.શ્રી એ.બી.વાટલીયા.. ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
વારીસભાઇ દીનમહમદ મીર રહે.ઇલોલ તા.હિંમતનગરવાળા પોતાની રિક્ષા લઇ સવારના મોતીપુરા ખાતે આવેલ દરમ્યાન એક નાની છોકરી ત્યાં બીનવારસી હાલતમાં મળી આવતાં તેણીને પો.સ્ટે ખાતે લાવતાં સદરી મળી આવેલ નાની છોકરી બાબતે હિંમતનગર ટાઉનમાં તપાસ કરતાં સાબરકુંજ સોસા. હિંમતનગર ખાતે રહેતા ઇશ્વરભાઇ ભેરાજી વણજારા નાઓની દીકરી નામે પીન્કી ઉ.વ.૬ સવારથી ગુમ થયેલ હોય આ મળી આવેલ છોકરી તેમની હોઇ છોકરીના માતાપિતાને શોધી કાઢી તેણીનો કબજો સોંપવામાં આવેલ, આમ આ પીન્કી ડો/ઓ ઇશ્વરભાઇ ભેરાજી વણજારા રહે.સાબરકુંજ સોસા.હિંમતનગરવાળી સવારથી ગુમ થતાં તાત્કાલીક ધોરણે તેણીના માતાપિતાને શોધી કાઢી તેણીનો કબજો સોંપી સારી કામગીરી કરેલ છે. જે વિ.થાય.
(પટેલ જયોતિ પંકજ)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક હિંમતનગર